નર્મદાના માંડણ ગામની કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા.રવિવારના
દિવસે આ પરિવાર નદીના કિનારે ફરવા માટે ગયું હતું.તેઓ નદીની ઊંડાઈ થી અજાણ હતા.તેઓ એક પછી એક ડૂબવા લાગ્યા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થણે પહોંચી હતી. એનડીઆરએફની ટીમની પણ રેસ્ક્યુ ઓપરેશન માટે મદદ લેવામાં આવી છે.
ફાયરની ટીમને ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘોર અંધારુ છવાઈ જતા ફાયરની ટીમે કામગીરી બંધ રાખવી પડી હતી. ઉલ્લેખનીય છે કે પરીવારના અન્ય સ્નેહીજનોને ઘટનાની જાણ થતા તેઓ રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ પણ તે બાબતે હાલ તપાસ કરી રહી છે કે ડૂબી ગયેલા પરિવારના સભ્યો ક્યારે તે સ્થળે આવ્યા, કઈ રીતે ડૂબ્યા, તે સમયે કોઈ હાજર હતું કે નહીં તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે.જ્યારે આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા. પરિવાર ના ૧ સભ્ય ની શોધ ખોળ હજી પણ ચાલુ.