જો પાર્ટીઓ સહમત નહીં થાય તો મહિલાઓ તેમને મત આપશે નહીં

દેશમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જાસ્તી ચેલામેશ્ર્વરે મહિલા વકિલોને સલાહ આપી હતી કે, ગુજરાતના ખુણે-ખુણે જઈને મહિલાઓને રાજકીય પક્ષોમાં ૫૦ ટકા અનામત આપવા તૈયાર કરી રાજકારણમાં મહિલાઓને લાવવી જોઈએ. જો પક્ષો આવું નહીં કરે તો તેઓ તેમને મત આપશે નહીં. અત્યાર સુધી મહિલા સશક્તિકરણ માટે ફકત વાતો થતી હતી પરંતુ હવે અસલમાં મહિલાઓએ લડવાનો સમય આવી ગયો છે.

તેવું ચીફ જસ્ટિસે વુમન બોયરની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં જણાવ્યું હતું. એલામેશ્ર્વરે સૌપ્રથમ ચૂંટણી કયારે ગુજરાતમાં યોજાશે તે બાબતે તપાસ કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે, શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જઈને ૫૦ ટકા મહિલા અનામત ચૂંટણીમાં આવવા અંગે મહિલાઓને શિક્ષણ આપવામાં આવે બહેનોને તૈયાર કરવામાં આવે. ભારતની આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારતની મહિલાઓ માટે રાજકારણમાં ખાસ નિયમ બનાવાયા નથી, તેમને પક્ષો માટે ખાસ અધિકાર આપવામાં આવ્યા નથી.

માટે જ તેમના અધિકાર માટે લડત કરવી જોઈએ. તેમજ ખાસ કરીને ગામડાઓની મહિલાઓને આ વિશે જાણ કરવી જોઈએ. સ્ત્રીઓમાં એટલી તાકાત તો છે જ કે જો બન્ને પક્ષોને મત ન આપે તો વોટ મેળવવામાં નેતાઓને ફાંફા પડી જાય આ મુદ્દે ઓલ ઈન્ડિયા વુમન લોયર દ્વારા આયોજીત બે-દિવસીય કોન્ફરન્સમાં ચીફ જસ્ટિસ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.