ફાઇનલ મેચની ટિકીટ બતાવનાર ક્રિકેટ પ્રેમી રોપ-વે માં એક મહિના ફ્રી મુસાફરી કરી શકશે
આઇપીએલના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોચતા ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે.
ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. જો ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલનું ટાઇટલ જીતવામાં સફળ થશે તો ફાઇનલની ટિકીટ બતાવનાર ક્રિકેટ લવરએક મહિનો ગીરનાર રોપ-વે માં મફત મુસાફરીનો આનંદ ઉઠાવી શકશે. આ જાહેરાત ગઇકાલે સાંજે કરવામાં આવી છે. અગાઉ પણ જયારે ઓલિમ્પિકમાં નિરજ ચોપડા ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે નિરજ નામના વ્યકિત માટે એક સપ્તાહ રોપ-વેમ) ફીની જાહેરાત કરાય હતી. ગિરનાર રોપ-વે એ ભારતનો સૌથી લાંબો રોપવે છે અને ગુજરાતની અજાયબી છે, તેણે એક સ્કીમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, કે જો ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ટાઇટલ જીતે તો જે કોઈ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકિટ સાથે આઇપીએલ મેચ જોવા ગયા હશે અને તે જ ટિકિટ ગિરનાર રોપવે પર બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રી રોપ-વેની સવારી આપવામાં આવશે. આઇપીએલમાં પોતાની ટીમ હોવી ગુજરાત માટે ગર્વની વાત છે અને ટીમ માટે તેની પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે. ત્યારે ગિરનાર રોપવે પર આ સ્કીમ 30 મી મે 2022 થી એક મહિના માટે માન્ય છે. નિયમો અને શરતો લાગુ રહેશે.