લાખોની જમીનને લઇ ધોળા દિવસે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત વધતી જઈ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવોમાં સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર હત્યાનો બનાવ સામે આવ્યો છે જમીન પ્રકરણના મામલે યુવક ઉપર હથિયારોથી હુમલો કરવામાં આવ્યું છે ઘટના સ્થળે યુવકનું મોત નિપજવા પામ્યું છે.જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાના બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યા છે જેને લઇને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઉભા થયા છે.સતત બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાના બનાવો માં વધારો થયો છે ચોરી લૂંટફાટ મારામારી અને લૂંટના બનાવ પણ છેલ્લા બે દિવસમાં બન્યા છે ત્યારે હજુ આ મામલે તપાસ ચાલી રહી છે ત્યાં ત્યાં સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ ઉપર જમીનનાં ડખ્ખામાં ભરવાડ યુવાનની કરપીણ હત્યાનો બનાવ બનતા લોકો ભયભિત થઇ ગયા છે.
બનાવની વિગતો એવી છે કે શહેરનાં 80 ફુટ રોડ ઉપર રહેતા ભાવેશભાઈ ઉર્ફે ભાલુભાઈ કાળુભાઈ સરૈયા, ચેતનભાઈ કુકાભાઈ સરૈયાને છેલ્લા બે વર્ષથી હરિભાઈ લાલાભાઈ મેવાડા અને અજયભાઈ હરજીભાઈ ભરવાડ સાથે જમીન બાબતે તકરાર ચાલતી હતી. તેનુ મનદુ:ખ રાખી બુધવારેે સવારે 80 ફુટ રોડ પર શ્યામનગરના ખુણે ભાવેશ ઉર્ફે ભાવુ કાળુભાઈ સરૈયા ઉપર હરિભાઈ મેવાડા અને અજય ભરવાડે હિચકારો હુમલો કર્યો હતો અને છરીના આડેધડ ઘા મારી સરા જાહેર હત્યા કરી નાંખી હતી.
મારામારી દરમિયાન ચેતનભાઈ સરૈયા વચ્ચે પડતા હરિભાઈ મેવાડાએ તેમને પણ બરડામાં છરીનો ઘા માર્યોે હતો. જ્યારે પ્રવિણભાઈ નામના વ્યકિતને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જાહેરમાં થયેલી હત્યાના આ બનાવથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બનાવની જાણ થતા લોકોના ટોળા ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં એકત્ર થયા હતા. આ અંગે ચેતનભાઈ કુકાભાઈ સરૈયા(ભરવાડ) એ 80 ફુટ રોડ ઘનશ્યામ નગરમાં રહેતા હરિભાઈ લાલાભાઈ ભરવાડ અને સુરેન્દ્રનગર કરમણપરામાં રહેતા અજય હરજીભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા બી ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.