અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામો રાજકોટ જિલ્લામાં ભળ્યા હતા, તે જમીનની ફાઈલોનો રેકોર્ડ હાલ રાજકોટ જિલ્લા પાસે હોય આ અંગે સીબીઆઇએ વિગતો મેળવી હોવાનું અનુમાન
કે.રાજેશ પ્રકરણમાં સીબીઆઈની ટિમ રાજકોટ સુકે.રાજેશ પ્રકરણમાં સીબીઆઈની ટિમ રાજકોટમાં : ડે. કલેક્ટરની નિવેદન લેવાયુંધી પહોંચી છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામો રાજકોટ જિલ્લામાં ભળ્યા હતા, તે જમીનની ફાઈલોનો રેકોર્ડ હાલ રાજકોટ જિલ્લા પાસે હોય આ અંગે સીબીઆઇએ ડે. કલેક્ટર પાસેથી વિગતો મેળવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કે.રાજેશ ઉપર હાલ સીબીઆઇએ તવાઈ ઉતારી છે. એક પછી એક કૌભાંડના મૂળ સુધી પહોંચવા સીબીઆઈ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તત્કાલીન કલેક્ટર કે.રાજેશે અનેક કૌભાંડો આચર્યા હોય તેવા આક્ષેપો થયા હતા. જે મામલે હાલ સીબીઆઈ એક-એક પ્રકરણને બરાબર તપાસી રહી છે. જોકે તેમાના જ કોઈ પ્રકરણના તાર રાજકોટ સુધી હોય સીબીઆઈની ટિમ રાજકોટ આવી પહોંચી છે.
થોડા સમય પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચ ગામો નવાગામ, બામણબોર, ગારીડા, ગૂંગાળા અને જીવાપરને રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં ભેળવવામાં આવ્યા હતા. જેને પગલે આ ગામોની જમીનને લગતો રેકોર્ડ રાજકોટ જિલ્લાનાને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈની ટીમે એક ડે. કલેક્ટરનું નિવેદન નોંધ્યું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે એટલે રાજકોટમાં ભળેલા આ પાંચ ગામો પૈકી કોઈ જમીનનું પ્રકરણ સીબીઆઈની રડારમાં હોય તેની તપાસ અર્થે સીબીઆઈની ટિમ રાજકોટ આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈની તપાસનો ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 જીએએસ કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું.
કે.રાજેશે વીવીઆઈપી ઇવેન્ટમાં ખોટા બીલો ઉભા બનાવી ખર્ચની રકમ રૂ. 8 કરોડ સુધી પહોંચાડી
કે.રાજેશ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરતી એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન ધીરે ધીરે પોતાનો ગાળિયો વધુને વધુ કસી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમના દ્વારા કરવામાં આવેલા અનેક કાળા કામો બહાર આવતા જાય છે. ત્યારે 2017માં એક વીવીઆઇપી પ્રસંગમાં કરાયેલ રૂ.8 કરોડના ખર્ચે સીબીઆઇનું ધ્યાન ખેંચ્યું છે, કેમ કે તે સમયે તેમની અગાઉના ક્લેક્ટરે તે પ્રસંગ માટે ફક્ત રૂ. 1.8 કરોડની જ મંજૂરી આપી હતી.
આ પ્રસંગને લઇને જે વ્યવહાર કે.રાજેશ દ્વારા કરવામાં આવ્યા હતા. તે સીબીઆઇની રડારમાં છે. સૂત્રો અનુસાર આ આઇએએસ અધિકારીએ ખર્ચને કરોડ સીધી લઇ જવા માટે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. એટલું ઓછું હોય તેમ એનું એક મેદાન સાફ કરવા માટે ત્રણ એજન્સીઓને રૂ.5થી 35 લાખની રકમની ચૂકવણી કરાઇ હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રસંગના ખર્ચની ફાઇલ પણ ગુમ થઇ ગઇ હોવાનું જિલ્લા સત્તાવાળાઓ જણાવી રહ્યા છે. એજન્સીના સીબીઆઇના સૂત્રો અનુસાર એક અંદાજ મુજબ સુરેન્દ્રનગરના પ્રસંગમાં મહત્તમ ખર્ચ રૂ. 2 કરોડ થઇ શકે છે. અગાઉના ક્લેક્ટર દ્વારા આ પ્રસંગ માટે રૂ.1.8 કરોડ મંજૂર કરાયા હતા. પરંતુ કે. રાજેશે બનાવટી બીલો બનાવીને આંકડો રૂ. 8 કરોડ સુધી પહોંચાડ્યો હતો. દરમિયાનમાં મળતી માહિતી અનુસાર રાજેશ સામેના ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલા નિવૃત્ત આઇએએસ અધિકારી પી. કે. તનેજાએ કડક પગલા લેવાની હિમાયત કરી છે.