ભવિષ્યમાં અમિત શાહને વડાપ્રધાન પદ માટે પ્રમોટ કરવા હોય તો ભાજપ પાસે રાજનાથ સિંહને મહામહિમ બનાવવા સિવાય છુટકો નથી: સંઘની લીલીઝંડી મળતા કરાશે વિધિવત જાહેરાત

ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત આગામી જુલાઇ માસમાં પૂર્ણ થઇ રહી છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નવા રાષ્ટ્રપતિ પદ માટે ચહેરાની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી અને વર્તમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભાજપનો રાષ્ટ્રપતિ પદનો ચહેરો બની શકે છે. અમિત શાહને ભવિષ્યમાં કદાવર કરવા માટે મોદી વ્યહુ રચનાના આધારે રાજનાથ સિંહને મિ. પ્રેસીડેન્ટ બનાવી શકે છે. આર.એસ.એસ. દ્વારા મંજુરી મળતાની સાથે જ આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

ભાજપમાં મોટાભાગના તમામ નિર્ણય નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા લેવામાં આવે છે. મોદી-શાહની જોડીએ ભાજપને ઐતિહાસિક સફળતા અપાવી છે. વર્ષ 2014 ની લોકસભાની ચુંટણીમાં અમિત શાહ માત્ર ઉતર પ્રદેશના પ્રભારી હતા તેઓની કુશળ રણનીતિના કારણે દેશના સૌથી મોટા રાજયમાં  ભાજપ 80 માંથી 77 બેઠકો જીતવામાં સફળ રહ્યું અને નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બન્યા ઉત્તર પ્રદેશમાં ઇતિહાસ સર્જી દેનાર અમિત શાહને નરેન્દ્ર મોદીને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ બનાવી દીધા અને ત્યારથી ભાજપમાં મોદી-શાહના યુગનો આરંભ થયો.

પાંચ વર્ષમાં આ જોડીએ ભાજપને શાનદાર સફળતા અપાવી. 2019 લોકસભાની ચુંટણીમાં ગાંધીનગર બેઠક પરથી વિજેતા બનનારા અમિત શાહને કેન્દ્ર સરકારમાં નંબર-ર નું સ્થાન આપવામાં આવ્યું અને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા સંગઠનમાં ન હોવા છતાં ભાજપ માટે આજે પણ અમિતભાઇ ચાણકય  છે.

અન્ય રાજકીય પાર્ટીઓથી ભાજપની વ્યુહ રચના હમેશા અલગ છે ભાજપ હમેશા બીજા, ત્રીજા, ચોથી કેટર તૈયાર કરતું રહે છે. આવામાં દેશવાસીઓના મનમાં એક પ્રશ્ર્ન ઉભો થઇ રહ્યો છે કે નરેન્દ્રભાઇ મોદી બાદ ભાજપમાં કોણ ? આ સવાલ આપો આપ ઉકેલાય જાય તે માટે ભાજપે એક ખાસ પ્રકારની રણનીતિ અપનાવી છે. મોદી પછી ભાજપમાં યોગી આદિત્યનાથ અને અમિત શાહના નામો બોલાય રહ્યા છે.હાલ પક્ષમાં મોદી બાદ શાહનું નામ જ બોલાઇ રહ્યું છે. આ સિલસિલો દાયકાઓ સુધી યથાવત રહે તેવું ભાજપ ઇચ્છી રહ્યું છે.

અમિતભાઇને ભવિષ્યમાં વધુ કદાવર બનાવવા માટે ભાજપ દ્વારા અત્યારથી જ એક વ્યુહ રચના ઘડવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત આગામી જુલાઇ માસમાં પૂર્ણ થઇ રહી છે. ત્યારે ભારતના નવા રાષ્ટ્રપતિ તરીકે ભાજપ વર્તમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની પસંદગી કરી શકે છે.જો રાજનાથસિંહને રાષ્ટ્રપતિ બનાવવામાં ન આવે તો ભવિષ્યમાં જયારે નરેન્દ્રભાઇ મોદીના વિકલ્પ તરીકે જયારે ચર્ચા કરવામાં આવે ત્યારે સૌથી રહેલા રાજનાથ સિંહનું નામ આવે કારણ કે તેઓ આર.એસ.એસ. સાથે ધનિષ્ઠ ધરોબો ધરાવે છે.

આર.એસ.એસ.માં પહેલાથી ઠાકોર અને બ્રાહ્મણોનું વર્ચસ્વ રહ્યું છે. જો રાજનાથસિંહ ને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો તેઓ ભવિષ્યમાં કયારેય પી.એમ. ની રેસમાં રહે નહી અને અમિતભાઇ માટેને રસ્તો આસાન બની રહે.વડાપ્રધાનને રાજનાથ સિંહને રાષ્ટ્રપતિ બનાવવાનું મકકમ મન બનાવી લીધું યે. જો કે આ માટે આર.એસ.એસ. ની સહમતી  પણ જરુરી છે. જો બધુ સમુ સુતરૂ ઉતરશે તો જુલાઇમાં દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે રાજનાથ સિંહ નામની ધોષણા થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.