નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ સપ્તાહની ઉજવણી
સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ સંલગ્ન નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ના ઓડિટોરિયમ ખાતે 25 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ સપ્તાહ ની ઉજવણી નો પ્રારંભ સવારે 10:00 વાગે યુનિવર્સિટિ ગાન સાથે થયો.
ત્યાર બાદ આ કાર્યક્રમમાપધારેલા અતિથિ વિશેષ એવા મહેસાણા ના મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલ (ઈઉઇંઘ),જયેશભાઈ કંસારા,યુનિવર્સિટિ નાપ્રોવોસ્ટ અને નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ ના ડીન ડો. જે.આર પટેલ, મેડિકલ બ્રાન્ચ ના ડાઇરેક્ટર ભરતભાઇ શાહ,નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ ના એસોસિયેટ ડીન ડો. વિલાસ પટેલ અને જાહેર આરોગ્ય દંત ચિકિત્સા વિભાગ ના વડા ડો. ઇપ્સિતા મેનન દ્દ્રારા દીપપ્રાગટ્ય સમારોહ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જયેશભાઈ કંસારાએ તેમજ તેમની સંસ્થાએ તમાકુની આદત છોડાવવા માટે કરેલા પ્રયાસો વિશે જણાવ્યુ હતુ. છેલ્લે રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યક્રમ નુ સમાપન થયુ. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન યુનિવર્સિટિના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ થયુ હતુ.