બુકી બજાર ગરમાયુ, રાજસ્થાન અને બેંગ્લોરના 92 પૈસા ભાવ
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન ખૂબ જ રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે અને ગુજરાતે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ત્યારે એલિમિનેટ મેચમાં બેંગલોરની ટીમે દિલ્હી ને હરાવી ક્વોલિફાયર 2 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ત્યારે આજના દિવસે ક્વોલિફાયર 2નો મુકાબલો બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે જેમાં થી છે ટીમ જીતશે તે ગુજરાત સામે ફાઈનલમાં ટકરાશે. અપેક્ષિત કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન બેંગલોરની ટીમ દ્વારા કરવામાં આવેલું છે જેનો લાભ તેઓને સારી રીતે મળી શકશે અને હાલ અભિયાન ફાઈનલમાં પહોંચવા માટે રાજસ્થાન અને બેંગ્લોર ની સરખામણીમાં બેંગ્લોર નું પલડું ખૂબ જ ભારે છે.
બીજી તરફ બુકી બજાર પણ સતત ગરમાઈ રહ્યું છે અને રાજસ્થાન અને બેંગ્લોર માટે 92 પૈસા ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પૈસા ની દ્રષ્ટિએ હોટફેવરિટ બેંગ્લોર માનવામાં આવે છે. આરસીબીની જયારે વાત કરવામાં આવે તો બેંગલોરની ટીમ સતત પોતાના દરેક મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે અને વિપક્ષી ટીમોને હંફાવવા માટે સતત સજ્જ બન્યું છે. બેંગલોર અનેક વખત ફાઇનલ ની સફર સુધી પહોંચવામાં નિષ્ફળ નિવડયું છે પરંતુ ફાઈનલ હજુ સુધી જીતી શક્યું નથી ત્યારે આ સીઝન બેંગલોરની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી નીવડશે.
એલિમિનેટ મેચમાં જે રીતે દિલ્હીની ટીમને આરસીબી દ્વારા આપવામાં આવી હતી તેને ધ્યાને લઇ લેવા સ્પષ્ટ થઈ ચૂકી છે કે આજનો ક્વોલિફાયર મેચ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક હશે કારણકે આરસીબી ની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ છે જે પણ આ મેચને સહેજ પણ સરળતાથી નહીં લે. જોવાનું એ રહ્યું કે બેંગ્લોર અને રાજસ્થાન માટે ફાઇનલ ની જેમ જ બુકી બજાર ગરમાયું છે હોટ ફેવરિટ બેંગ્લોરને માનવામાં આવે છે.
બીજી તરફ ફાઇનલ ની મજા માણવા માટે ટિકિટો માં પણ ખૂબ જ પડાપડી જોવા મળી રહી છે અને બ્લેક માં પણ ટિકિટો મળવી મુશ્કેલ બની છે તો સામે હવાઈ મુસાફરીના ભાડામાં પણ 131 ટકા જેટલા વધી ગયા છે અને હોટલોના પણ આસમાને આંબ્યા છે. આ પ્રકારે ભાવ વધવાનું પણ એક કારણ છે તે સ્પષ્ટ છે કે ભારતમાં ક્રિકેટ ફીવર સૌથી વધુ જોવા મળતો હોય છે અને તેમાં પણ જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે જે બે નવી ટીમો પૈકી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી છે તો તેનો આનંદ પણ અનેરો છે ત્યારે સાથોસાથ એ લોકોમાં એક હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે અને પરિણામે સતત ટિકિટોની સાથે હવાઈ મુસાફરી અને હોટલો ના ભાડામાં વધારો નોંધાયો છે.