- પિતા વચન પાલન કાજે પ્રભુ રાજપાટ છોડી વનવાસ સ્વીકારે શ્રીરામ
- સુપ્રસિઘ્ધ કલાકારો સાંઇરામ દવે અને ઓસમાણ મીરે ભારે આકર્ષણ જગાવ્યું હતું : વજુભાઇ વાળા અને અર્જુનભાઇ મોઢવાડીયા બન્ને મહાનુભાવો પક્ષાપક્ષી ભૂલીને મન મૂકી નાચ્યા
વિશ્ર્વના સૌથીમોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃ સંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ર9મી મે સુધી અલૌકિક રામકથાનું આયોજન શ્રી રામનગરી ચૌધરી હાઇસ્કુલ મેદાન રાજકોટ ખાતે દરરોજ સાંજે 4.30 થી 8.30 વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે કથાના પાંચમા દિવસે આસ્થા-પવિત્રતાનો રીરસર દરીયો ધુધવ્યો હતો અને ચિકકાર મેદની વચ્ચે સતત શ્રી રામનામનો નાદ ગુંજયો હતો. હજારો ભાવિકો ભાવવિભોર થઇ રામભકિતમાં તરબોળ થઇ ગયા હતા. રામકથાના મુખ્યવકતા પૂ. ભુપેન્દ્રભાઇ પંડયા ના મુખેથી નિકળતી અમૃતવાણીના દરેક શબ્દ અને વાકય ભાવિકોને વધુને વધુ શ્રી રામભકિતમાં તલ્લીન કરી રહ્યા છે. સમગ્ર રાજકોટ શહેર રામમય બની ગયું છે. દરેક જગ્યાએ શ્રી રામ જય રામ જય જય રામ ગુંજી રહ્યું છે.
શ્રી રામકથાના સતત પાંચના દિવસે કથા શ્રવણ કરવા વિવિધ ક્ષેત્રોના આગેવાને મહાનુભાવો આતુર બન્યા હતા. અને પવિત્ર અલૌકિક શ્રી રામકથાનું ભાવપૂર્વક રસપાન કર્યુે હતું. કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા અને ગુજરાતના કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા રામકથાનું શ્રવણ કરવા પધાર્યા હતા. બન્ને મહાનુભાવો એ એક જ સાથે બેસીને રામકથાનું શ્રવણ કર્યુ હતું.
હાજર રહેલ સુપ્રસિઘ્ધ કલાકારો સાંઇરામ દવે અને ઓસમાણ મીરે પણ ભારે આકર્ષણ જગાવીને હજારો ભાવિકો ડોલાવી દીધા હતા. ઓરમાણ મીરે મારૂ મન મોરબની થનગાટ કરે શરુ કરતાં જ હજારો ભાવિકો ઝુમી ઉઠયા હતા. આ તકે વજુભાઇ વાળા અને અર્જુનભાઇ મોઢવાણીયા બન્ને મહાનુભાવો સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી ડો. હિમાંશુભાઇ ઠકકર, ટ્રસ્ટીઓ પરાગભાઇ દેવાણી, શ્યામલભાઇ સોનપાલ, હિરેનભાઇ ખખ્ખર, હરીશભાઇ લાખાણી વિગેરે જોડાયા હતા.
વજુભાઇ વાળા અને અર્જુનભાઇ મોઢવાડીયા ઉપરાંત જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટની સમગ્ર ટીમ જૈન સમાજના અગ્રણીઓ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, કોંગ્રેસ અગ્રણી પ્રદિપભાઇ ત્રિવેદી, હસમુખભાઇ હિન્ડોચા, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના હોદેદારો વિગેરે મહાનુભાવો પવિત્ર વાતાવરણમાં ઐતિહાસિક રામકથાનું શ્રવણ કર્યુ હતું.
કાલાવડ રોડ રાજકોટ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી અપૂર્વમુનિજીએ રામકથા શ્રવણ દરમ્યાન પોતાનું વકતત્વ આપીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં પ્રસિઘ્ધ કલાકાર પહર વોરા એ પણ જમાવટ કરી હતી અને ભાવિકોએ મનભરીને કાર્યક્રમ માણ્યો હતો.