જામનગર તા.25 મે, જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે પારૂલ કાનગડ તથા જલકૃતિ મહેતાની નિમણુક થતાં તેઓએ ફરજ પર હાજર થઈ વિધિવત પોતાનો કાર્યભાર સંભાળી લીધેલ છે.
તેમજ તેઓએ એલ.જે. યુનિવર્સિટી ખાતેથી જર્નાલિઝમનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. જ્યારે જલકૃતી મહેતા ટી.વી.9 ગુજરાતી સાથે સંકળાયેલા હતા. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન ખાતેથી માસ્ટર ઓફ જર્નાલિઝમમાં દ્વિતીય ક્રમે ઉતીર્ણ થયા છે.
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા વર્ગ -3 ની પરીક્ષાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં જામનગરનાં પારુલ તથા રાજકોટના જલકૃતીએ પ્રિલીમ તથા મેઇન્સ બન્ને પરીક્ષાઓ ઉતીર્ણ કરી ઝળહળતું પરિણામ મેળવ્યું હતું. આ પરીક્ષાઓ પૂર્ણ થતાં તેઓને જિલ્લા માહિતી કચેરી જામનગર ખાતે સીનીયર સબ એડિટર તથા માહિતી મદદનીશ તરીકે નિમણુંક અપાઈ છે.