- વ્યાજ્ંકવાદીઓ પર તૂટી પડવા દ્વારકા એસપી સજ્જ
- માસીક 14 ટકાના દરે પઠાણી ઉઘરાણી કરનાર પર મધરાત્રીએ એસપીની તવાઈ : ગભરાયેલા પરિવારને ત્રાસવાદી પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવ્યો
એક દલવાડી પરિવાર પર વ્યાજખોરોએ વ્યાજ ચક્રવતિ વ્યાજ ઉપરાંત દૈનિક પેનલ્ટીનું નવું ભૂત બનાવી જરૂરીયાતમંદ પરિવાર પર હૃદ્ય દ્રાવક સીતમ ગુજરાવામાં આવતા આ અંગેની જાણ દ્વારકા એસ.પી.ને થતા તેઓએ ગણતરીની કલાકોમાં ગભરૂ પરિવારે તમામ ત્રાસદાયી પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી સંતોષપૂર્ણ કામગીરીનો દાખલો બેસાડ્યો છે.
વ્યાજખોરના સીતમથી ફફળતો પરિવાર ખંભાળિયાના ગોવાળ ફળી વિસ્તારમાં રહે છે અને કડિયા કામની સખ્ત મજૂરી કરી ઘરના મોભી ઘર ચલાવે છે.
દરમ્યાન અહિંના મનસુખ ગઢવી તથા રાજુ ગઢવી આગળથી રૂ.60 હજાર માસિક ચૌદ ટકાના ઉંચા વ્યાજથી વ્યાજે મેળવ્યા હતા. જેથી મહિના દરમ્યાન 8400/- વ્યાજ ભરપાઇ કરવાનું થતું હતું. જે દરમ્યાન બે માસ સુધી વ્યાજ ભરપાઇ ન થવાથી વ્યાજખોરો દ્વારા વ્યાજ ચક્રવર્તી વ્યાજનો સરવાળો કરી દરરોજ રૂપિયા ચાર હજાર પેનલ્ટી ભરવા નક્કી કરવામાં આવ્યું હતું.
આ પેનલ્ટી એક માસ દરમ્યાન દરરોજ આપવાની જે દબાણના કારણે ફસાયેલા ઇસમ દ્વારા રૂા.પંદર હજાર ભરપાઇ ન થવાથી વ્યાજખોરો દ્વારા આ ઇસમને ઉઠાવી અપહરણ કરી તેમના પરિવાર આગળથી બીજા રૂા.પંદર મંગાવવામાં આવ્યા આમ છતાં પેનલ્ટીની રકમ ચુકવાઇ નહિં. ફસાયેલ પરિવાર આગળ રહેલ રૂા.અઢારેક લાખની કિંમતનો વરંડો વ્યાજખોરને સોંપી દેવા ધરાર નક્કી કરાવવામાં આવ્યું હતું.
મજબૂર પરિવારની દાસ્તાન પોલીસમાં ફરજ બજાવતા તેઓના એક સ્વજનને ધ્યાનમાં આવતા તેઓએ મધ્યરાત્રીએ એસ.પી. મિતેષ કુમાર પાંડેયને બંગલે જાણ કરતા બીજા દિવસે વ્યાજખોરો વરંડાનો કબ્જો લેવા ટ્રેક્ટર લઇ પહોંચેએ પહેલા ત્યાં પોલીસ ગોઠવાઇ ગઇ હતી.
મિતેષ પાંડેયે સ્થાનિક પી.આઇ.ને સીધી સૂચના આપી કાર્યવાહીની તત્કાલ જાણ કરવા જણાવ્યું તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે લાચાર દંપતિ ઉપર છત વગરના માત્ર ચાર ઉભી દિવાલના મકાનમાં જ રહેતાં હતા. તમામ કમાણી વ્યાજખોરોને ચૂકવી દેતા હતા.
પોલીસે એસ.પી. નિતેષ કુમાર પાંડેયના આદેશ અંતર્ગત ગભરૂ પરિવારનું હજારો રૂપિયાનું વ્યાજ લાખો રૂપિયાની પેનલ્ટી માફ કરાવી લાખો રૂપિયાની કિંમતનો વરંડો બચાવી આપ્યો અને અત્યાર સુધીમાં આડેધડ વસૂલ કરેલ વ્યાજની રકમ મૂળ મૂળીમાં જમા લેવાથી હવે પછી ખૂબ જ નજીવી રકમ જ બે માસ બાદ ચૂકવવાની વ્યવસ્થા કરાવી મજૂર પરિવારની પરસેવાની કમાણી તમામ વ્યાજમાં ચાલી જતી હતી. તે બંધ કરાવી ગભરૂ પરિવારને સંતોષ થાય તે મુજબ કરી આપી હતી.
વ્યાજખોરોના ત્રાસથી હેરાન થતાં લોકો મારો સિધ્ધો સંપર્ક કરે: એસ.પી. મિતેષ પાંડેય
દ્વારકા જિલ્લાના એસ.પી. મિતેષ પાંડેયે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અવારનવાર દ્વારકા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો હેરાન થતાં હોય તેવી ઘટનાઓ સામે આવે છે ત્યારે તાજેતરમાં જ ખંભાળિયાના એક શ્રમિક પરિવાર કે જે માસિક 14 ટકા વ્યાજ ભરતું હતું અને છતાંપણ વ્યાજખોરો તેના પર ત્રાસ ગુજારતાં હતા. હવે આવા વ્યાજખોરોની ખેર નથી અને દ્વારકા જિલ્લામાં કોઇપણ પરિવાર વ્યાજખોરોના ત્રાસથી હેરાન થતો હોય તો સિધો મને સંપર્ક કરે.