વિદ્યાર્થીઓમાં કંઈક અલગ જ પ્રકારનો જુસ્સો હોય છે. તેઓ ધારે તે કોઈ પણ કામ કરી શકે છે. ત્યારે ગુજરાતમાં ૧૮૨ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા નિમા આચાર્યના નેજા હેઠળ ૧૮૨ વિદ્યાર્થીઓ વિધાનસભામાં ચલાવશે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વિધાનસભાની કાર્યપદ્ધતિ મુખ્ય પ્રધાન, પ્રધાન અને વિધાનસભાના સભ્યોના કામકાજથી ખૂબ પરીચિત હોતા નથી. પરંતુ હવે જ્યારે વિદ્યાર્થીઓ જ વિધાનસભાના અધ્યક્ષ લઈને મુખ્યપ્રધાન પ્રધાન મંડળના સદસ્યો અને વિધાનસભ્ય તરીકેની જવાબદારી 24 કલાક માટે નિભાવતા જોવા મળશે.
આગામી જુલાઈ માસમાં રાજ્ય વિધાનસભા વિશેષ સત્ર મળવા રહ્યું છે. ગાંધીનગરમાં વિધાનસભાનું એક સત્ર મળશે ગુજરાતના 182 વિદ્યાર્થીઓ એક દિવસના ધારાસભ્યો બનશે. ધારાસભ્યો બનવાનો લાભ ૧૭ થી ૧૮ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જુલાઈના એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થીની વિધાનસભા.
આ વિધાનસભા સત્રમાં ૧૮૨ વિદ્યાર્થીઓ સિવાય અન્ય ૪૦૦ લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુનિક આઈડિયાના આયોજનની જવાબદારી સ્કૂલ,પોસ્ટ,એનજીઓને સોંપવામાં આવી છે. વિધાનસભાની કામગીરી વિશે પહેલા વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવશે. આ એક દિવસીય વિધાનસભા રચવા માટે અધ્યક્ષ નિમા આચાર્યએ મંજૂરી પણ આપી દીધી છે.
યુવા વર્ગને લોકશાહીની પદ્ધતિથી નજીક લાવવા એક દિવસીય વિધાનસભાનું આયોજન
આજની યુવા પેઠીને લોકશાહીની પદ્ધતિથી નજીક લાવવા એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય વિધાનસભામાં મુખ્યમંત્રી પણ ધો 11 કે ધો ૧૨નો વિદ્યાર્થી હશે અને દંડક પણ વિદ્યાર્થી જ હશે. દરેક મંત્રીના પ્રશ્નો અને કાર્ય પ્રણાલીની ચર્ચા પણ વિદ્યાર્થી જ કરશે. વિધાનસભામાં પ્રશ્નોતરી અને સાંપ્રત મુદ્દાની ચર્ચા પણ વિદ્યાર્થી જ કરશે. વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં 400 માણસો જોડાશે. 182 ધારાસભ્ય વિદ્યાર્થી જ બનશે.