75 કપલ જાપ તથા આરાધકોએ 50 અન્ય જાપ કરવામાં આવ્યા
ગોંડલ સંપ્રદાયના ગુજરાતર ત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એવમ 24 પૂ. મહાસતીજીઓની નિશ્રામાં શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે ગુરુ ગિરી ગાદીપતિ ઉદધોષણા સ્મૃતિદિન મહોત્સવ કર વામાં આવેલ હતો. આ મહોત્સવ ગુજરાતર ત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા.ના મંગલાચર ણ સાથે માંગલિક ફર માવી પ્રારંભ કર વામાં આવેલ હતો. આ મહોત્સવમાં ચંદ્રકાંતભાઈ શેઠએ વેલકમ સ્પીચ આપી પૂ. સંત-સતિજીઓ, મહાનુભાવો તથા શ્રાવક-શ્રાવિકાઓને આવકાર્યા હતા. પૂ. ગાદીપતિ ની ડોક્યુમેન્ટ્રી તેમના જીવન જયોતની કલીપ પરદા ઉપર આબેહુબ રજુ કર વામાં આવેલ.
45-45 આત્માઓને સંયમના દાન આપી દીક્ષાાના પાઠ ભણાવીને અનોખી અનુમોદના કરી તે અને 4પ પુસ્તકોના સાહિત્ય સર્જન દર્શાવતી તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓએ ગાદીપતિ તરીકે શોલ ઓઢાવવાની નાટિકા જૈન પ્રોગ્રેસીવ ગૃપના વિજયભાઈ આશરા, પ્રકાશભાઈ આશરા, વિજયભાઈ પારેખ, હિરેનભાઈ શાહ, રવિભાઈ બોસમીયા વિગેરે સુંદર રીતે રજુ કરી. સર સ્વતી વંદનામાં બાલિકાઓ અદભૂત સ્મૃતિ અને વંદના કરી. પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, અને નિલેશભાઈ ટીમ્બડીયાએ ગાદીપતિ ની સ્મૃતિને યાદ કરી ભાવવંદના કરી. પ્રવિણભાઈ કોઠારી, સંઘોના હોદેદારો , 3પ મહિલા મંડળો, ગરીમા ગૃપ, જૈન પ્રોગ્રેસીવ ગૃપના કાર્યર્ક્તાઓ વિજયાબા મહિલા મંડળના બહેનો વિગેરે હાજર રહેલા હતા.
ગાદીપતિ ઉદધોષણા મહોત્સવમાં 75 કપલ જાપ (150 વ્યક્તિ) તથા આરાધકોએ પ0 અન્ય જાપ કર વામાં આવેલ હતા. વિણાબેન શેઠ અને પ્રતિક્ષાબેન શેઠ એ ગાદીપતિની અલગ સ્મૃતિઓને એક-બીજા સાથે જોડીને કાઠીયાવાડી ભાષામાં આબેહુબ સંકલન ર્ક્યું. કાર્યક્રમનું સંચાલન વિણાબેન શેઠ અને પ્રતિક્ષાાબેન શેઠએ કરેલ હતુ. સાધ્વીર ત્ના પૂ. પન્નાબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. શ્રેયાંસીબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. ર શ્મીતાબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. સુનિતાબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. અજીતાબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. કલ્પનાબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. ડોલર બાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. ઉર્વશીબાઈ મ઼, સાધ્વીર ત્ના પૂ. વનિતાબાઈ મ઼ વિગેરે પૂ. મહાસતીજીઓએ વિવિધ શૈલીઓમાં ગાદીપતિના સંસ્મર ણોને યાદ કરીને તેમના જીવનના યાદગાર પ્રસંગો ઉપર ઐતિહાસિક વ્યાખ્યાન આપીને વાતાવર ણમાં દિવ્યતા લાવી દીધી. ગુજરાતર ત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા.એ પોતાના ગુરૂ સાથે મધુર સ્મૃતિ ને તાદશ્ય કરીને તેમના ઉપકાર ને સ્વિકૃત કરી
ગૌતમ પ્રસાદની વ્યવસ્થા પ્રતિમાબેન તથા બોબીભાઈ અને નિલેષભાઈએ કરેલ હતી. અનુમોદના અને બહુમાન ડો. નરેન્દ્રભાઈ શેઠ, હર ેશભાઈ શેઠ તથા અન્ય ભાવુકો દ્વારા કર વામાં આવેલ હતા. ગાદીપતિના સંયમી પિર વારોએ વિવિધ લાભ લીધેલ હતા. જે.પી.જી. ગૃપએ પ્રભાતફેરી બાદ અલ્પાહાર નો લાભ લીધેલ. પૂ. સદાનંદીજી સ્વામીના સુશિષ્યાઓ પૂ. અમિતાજી સ્વામી, પૂ. સંજીતાજી સ્વામી તથા પૂ. સુજીતાજી સ્વામીએ સમગ્ર પ્રસંગમાં વિવિધતા લાવી હતી. સમગ્ર આયોજન ચેર મેન ચંદ્રકાંતભાઈ શેઠ તથા ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉની આગેવાની હેઠળ પૂ. 24-24 મહાસતીજીઓની નિશ્રામાં કરવામાં આવેલ હતુ.