46થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા: સિટી કાઉન્સીલ દ્વારા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના સહયોગથી આયોજન
જેતપુર સીટી કાઉન્સિલ દ્વારા 16મો સર્વ જ્ઞાતિ સમુહલગ્ન ઉત્સવ ગઇ કાલે યોજાઈ ગયો જેમાં સર્વ જ્ઞાતિના 46 થી વધુ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આ સમૂહ લગ્ન ઉત્સવ વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મર્ણાર્થે અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના સહયોગ થી યોજાયો હતો આ શાહી લગ્નમાં સંતો મહંતો સાથે ગુજરાતના મંત્રીઓ પણ હાજર રહી ને નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.
જેતપુરની સીટી કાઉન્સિલ ઓફ જેતપુર 20 વર્ષ થી પણ વધુ વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય સાથે જોડાયેલ છે અને દર વર્ષે તે સર્વ જ્ઞાતિ માટે અને ખાસ તો નાના સમાજ માટે સમૂહ લગ્ન યોજી રહી છે, છેલ્લા 16 વર્ષ થી આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે અને અનેક ક્ધયાઓના ક્ધયાદાન પણ કરી ચૂકેલ આ સંસ્થા આ વર્ષે 16 મોં શાહી સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો અને જેમાં સમાજ તમામ જ્ઞાતિના 46 જેટલા યુગલોમાં પટેલ , બ્રાહ્મણ, બારોટ, રજપૂત, વાણંદ, ખાંટ, લોહાણા, સિંધી, કોળી અને વણકર સહિતના જ્ઞાતિના યુવક યુવતી ઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા
જેતપુરના રાજવાડી પાર્ટી પ્લોટ માં યોજવામાં આવેલ આ લગ્ન અતિ ભવ્ય રીતે યોજાયો, આ સમૂહલગ્નમાં અતિ ભવ્ય લગ્નમાં વરરાજાના ભવ્ય વરઘોડા થી શરુ કરી ને ક્ધયાનો લગ્ન મંડપ, અહીં લગ્ન કરનાર યુગલો ને વિવિધ દાતા ઓ તરફ થી તેવોને સંસાર શરૂ કરવા અને ઘર વસાવા માટે તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.આ તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
આ સર્વ જ્ઞાતિ લગ્ન ઉત્સવને સફળ બનાવવા માટે સીટી કાઉન્સિલના પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ જેન્તીભાઇ રામોલીયા પ્રવીણભાઈ ગજેરા વસંતભાઈ પટેલ રાજનીકાંતભાઈ દોંગા, પ્રવીણભાઈ નંદાણીયા, રાજુભાઈ રૈયાણી, સહીત સંસ્થાના પ્રમુખ મનહરભાઈ વ્યાસ સેક્રેટરી મનીષ કરેડ અને પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઈ વોરા જહેમત ઉઠાવી હતી
પ્રભુતામાં પગલાં પાડી રહેલ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે જેતપુરની મોટી હવેલીના જે.જે. પ્રિયાંકરાયજી મહોદય અને સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર સદ્ મહંત નીલકંઠચરણદાસજી હાજર રહી અને આશીર્વાદ આપ્યા હતા.આ સમૂહ લગ્ન ઉત્સવ માં ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, પોરબંદરના સાંસદ રમેશ ધડુક ખાસ હાજર રહી નવ દંપતીઓને શુભેચ્છાઓ આપી હતી.
વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મર્ણાર્થે અને જયેશભાઇ રાદડીયાના સહયોગથી આ સમુહલગ્ન યોજાયો અડીખમ ખેડૂત નેતા અને સતત સમાજ સેવા કરતા વિઠ્ઠલભાઈ રાદડિયા એ સર્વ જ્ઞાતિ સમુહલગ્નની શરૂઆત કરી હતી જેને આજે તેના પુત્ર અને ખેડૂતના અડીખમ નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા અવરિત ચલાવવામાં આવી રહી છે, ગત વર્ષે જામકંડોરણામાં 100 જેટલી ક્ધયાના શાહી સમુહલગ્ન બાદ જેતપુરમાં પણ આ વર્ષે 46 યુગલોના સમૂહ લગ્ન યોજી એક નવી ચીલો ચીતર્યો છે.16 – 16 વર્ષ થી સીટી કાઉન્સિલની સમુહલગ્નની અવરિત સેવા 1 હજારથી વધુ યુગલોના લગ્ન કરાવી ચુકી છે.