- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓનો સન્માન કાર્યક્રમ યોજાશે: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સૌ.યુનિ. અને સંલગ્ન 234 કોલેજો દ્વારા એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરાશે
- મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી વર્ચ્યુઅલ ઉ5સ્થિત રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની વિકાસયાત્રાના પ5 વર્ષ પૂર્ણ કરી 56 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના તા. 23 મે 1967 ના રોજ થયેલ ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડથી આજદિન સુધીના કુલપતિઓના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેશની મોખરાની યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિઓ, વિવિધ અધિકાર મંડળો, અધિકારીઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના સામુહિક પરિશ્રમના ફળ સ્વરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી શકી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ6મા સ્થાપના દિવસે સવારે 11:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત સરસ્વતી મંદીરે પૂજન-અર્ચન કરેલ હતું. ત્યારબાદ કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ આદ્ય કુલગુરૂ ડો. ડોલરરાય માંકડની પ્રતિમા, સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી તથા ફુલહાર અર્પણ કરી ભાવાંજલી અર્પણ કરી હતી અને યુનિવર્સિટી કેમ્પસના મુખ્ય વહીવટી બિલ્ડીંગમાં સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનોના અધ્યક્ષો, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ ટવીટ કરી કુલપતિ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી તથા કુલસચિવ અમીતભાઈ પારેખે યુનિવર્સિટીના તમામ વિભાગોમાં રૂબરૂ જઈ સૌ કર્મચારીઓને 56 મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
56 મા સ્થાપના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે એકેડેમિક વર્ષ ર02ર-ર3ની દિનદર્શિકા પુસ્તીકાનું અનાવરણ કરવામાં આવશે.
આજે સાંજે 6:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન-જન સુધી યોગને પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન 234 કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો વિશીષ્ટ કાર્યક્રમ સાંજે 6:30 કલાકે કેમ્પસ પ્લાઝા ખાતે આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ત્યારબાદ જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ તથા કલાકવૃંદનો લોકસંગીતની સરવાણી કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી (વર્ચ્યુઅલ), ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી (વર્ચ્યુઅલ), ગુજરાત રાજય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી રાજપૂત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ સર્વ ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોષીપુરા, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નીતિનભાઈ પેથાણી તથા આદ્ય કુલપતિ ડો. ડોલરરાય માંકડના સુપુત્રી ડો. રૂપલબેન માંકડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસે યોજાનાર આ કાર્યક્રમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઠઠઠ.તફીફિતવિફિીંક્ષશદયતિશિું.યમી, યુનિવર્સિટીના ઓફીસીફલ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટયૂબ પેઇજ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસ નિમિતે યોજાનારા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં યથાયોગ્ય યોગદાન આપનારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પાયાના પત્થરો સમાન પૂર્વ કુલપતિઓ અને તેઓના પરિવારના સભ્યો ઉપસ્થિત રહે તે માટે આમંત્રણ આપવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર 56 મા સ્થાપના દિનના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે.
29 ભવન, 231 કોલેજ, 2.50 લાખ વિદ્યાર્થીઓ
- – સંલગ્ન ભવનો- એચઆરડીસી સહિત 29 ભવન
- – સરકારી, ખાનગી સહિત 231 કોલેજ
- – કુલ વિદ્યાર્થીઓ- 2.50 લાખ
- – અધ્યાપકો – કરારી સહિત 144
- – વહીવટી સ્ટાફ – કોન્ટ્રાક્ટ બેઇઝ સહિત 500
સમગ્ર કાર્યક્રમ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમમાં જીવંત પ્રસારણ નિહાળી શકાશે
જુઓ અબતક ચેનલ ,ઈન કેબલ ચેનલ નં: 561, ડેન નેટવર્ક ચેનલ નં: 567, સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350, સહયોગ નેટવર્ક ચેનલ નં:105 ,હશદયદિં.ફબફિંસળયમશફ.ભજ્ઞળ/