વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટાઉન પ્લાનિંગ શાખા ત્રાટકી: 2300 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઇ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુવાડવા રોડથી સંતકબીર રોડ સુધીના વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આડો પેડક રોડ તરીકે ઓળખાતા રસ્તા પર ગોવિંદેશ્ર્વર મહાદેવ મંદિર કુવાડવા રોડથી સંતકબીર રોડ સુધીના વિસ્તારમાં 64 સ્થળોએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 2300 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.5માં આડા પેડક રોડ પર ગોવિંદેશ્ર્વર મહાદેવ મંદિર કુવાડવા રોડથી સંતકબીર રોડ પરના વિસ્તારમાં માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોમાઇ લચ્છી, ખોડાયાર પાન સેન્ટર, અન્નપૂર્ણા પરોઠા હાઉસ, પરમાર વેલ્ડીંગ-ફેબ્રીકેશન, દર્શન ડ્રીકીંગ વોટર, ડિલક્સ પાન, મકવાણા ગેસ વેલ્ડીંગ, એ-વન હેર સ્ટાઇલ, ગાયત્રી ડિલક્સ, કનૈયા રેડીયમ આર્ટ, ચાંદની પાન કોલ્ડ્રીંક્સ, શિવ ઇલેક્ટ્રીક્લ, બહુચર મોટર ગેરેજ, કે.જી.એન. સ્ક્રેપ, અંબે ઓટો ગેરેજ, શ્રીહિંગળાજ વેલ્ડીંગ, દુર્ગા રેસ્ટોરન્ટ, પાન સેન્ટર, અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ, વિશ્ર્વકર્મા બોડી રીપેરીંગ, બજરંગ ફેબ્રિકેશન, ગુરુદેવ સીટ કવર, શિવ રેડીયમ આર્ટ, એ-વન હેર સ્ટાઇલ, કોનીક આર.ઓ. ઇલેક્ટ્રીકલ, ગુરુકૃપા સ્ટેશનર્સ, સદ્ગુરૂ એન્ટરપ્રાઇઝ, ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ, ગણેશ કોલ્ડ્રીંક્સ, ગણેશ ટેલીકોમ, ખોડીયાર પાન, હરી ઇલેક્ટ્રીકલ, સારથી ઓટો, શિવશક્તિ ડેરી ફાર્મ, ભગવતી ફ્લોર મિલ, મોમાઇ ટી સ્ટોલ, ડેવપાન-કોલ્ડ્રીંક્સ, બ્રાહ્મણી ડાઇજ નીલેશભાઇ, ઇમેજ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ, ઉમિયાજી ઇલેક્ટ્રીક, યંગસ્ટાર હેર આર્ટ, ડિલક્સ પાન, રવિ ટેઇલર્સ, અમરનાથ હાર્ડવેર, ખોડીયાર પાન, ગાયત્રી ઓટો ગેરેજ, માનસ સીટ કવર, સંગેશ્યામ ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, રવિરાજ સ્ટીલ, કૃપા ઇમિટેશન, માટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, પિતૃ સેલ્સ એજન્સી, સદ્ગુરુ અગરબતી વર્કસ, પુનીત એન્ટરપ્રાઇઝ, મહાદેવ ઓટો ગેરેજ, રેડ ક્લીક સ્ટુડિયો, બાપાસીતારામ પતંજલી સ્ટોર, ખોડીયાર ઇલેક્ટ્રીક્લસ, ગણેશ હેર આર્ટ, દેવ દરબાર પસ્તી ભંડાર, રીંકલ પાન કોલ્ડ્રીંક્સ, ધારેશ્ર્વર કોલ્ડ્રીંક્સ, લક્કી ઓટો, ઉદય કાર્ગો સહિત કુલ 64 સ્થળે માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા છાપરા, ઓટલા સહિતના દબાણો દૂર કરી જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી.