છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહેલી ઐતિહાસિક પરિવર્તન યાત્રા ગુજરાતની જનતા માટે આશા બની ગઈ છેઃ ગોપાલ ઈટાલિયા
આ પરિવર્તન યાત્રા દ્વારા ભાજપ કોંગ્રેસની મિલીભગતને જનતા સમક્ષ ઉજાગર કરી: ગોપાલ ઈટાલિયા
પરિવર્તન યાત્રા દરમિયાન મળેલો જનસમર્થન એ સાબિત કરી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઐતિહાસિક બહુમતી મળશેઃ ગોપાલ ઈટાલિયા
પરિવર્તન યાત્રાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને નવી ઉર્જાથી ભરી દીધા છેઃ ગોપાલ ઈટાલિયા
છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી ઐતિહાસિક પરિવર્તન યાત્રા ગુજરાતની જનતા માટે આશાનું કિરણ બની છે. પરિવર્તન યાત્રાને અભૂતપૂર્વ જનસમર્થન દરેક સ્થળેથી મળી રહ્યું છે. આ પરિવર્તન યાત્રા ગુજરાતના રાજકારણને બદલી નાખશે.
પરિવર્તન યાત્રા સાતમાં દિવસે નીચે દર્શાવેલા માર્ગો પરથી પસાર થશે.
સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 5 કલાકે દામનગરથી નીકળીને 11 કલાકે લાઠી પહોંચી હતી. ત્યાંથી નીકળીને સાંજે 4 કલાકે બાબરા પહોંચશે. અમરેલીથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે સાવરકુંડલા ખાતે વિરામ કરશે.
દ્વારકાથી પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી, ‘આપ’ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલ ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા બપોરે 3:30 કલાકે જોગણી માતા મંદિર થી નીકળીને સાંજે 5 કલાકે તરસાઈ પહોંચશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે સતાપર અને રાત્રે 8:30 કલાકે જામ જોધપુર પહોંચશે. જામ જોધપુર થી નીકળીને રાત્રે 9:30 કલાકે ધ્રાફા માં પરિવર્તન યાત્રા વિશ્રામ કરશે.
દાંડીથી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને ‘આપ’ નેતા રાકેશ હિરપરા ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા ઓલપાડ થી સવારે 9 કલાકે નીકળીને 11 વાગ્યે અમરાવતી સોસાયટી પહોંચશે. ત્યાંથી નીકળીને બપોરે 12:15 કલાકે લજામણી ચોક અને સાંજે 6 કલાકે રૂસ્તમ બાગ પહોંચશે. ત્યારબાદ પરિવર્તન યાત્રા રાત્રે 8:30 કલાકે હીરાબાગ સર્કલ ખાતે વિરામ કરશે.
અબડાસા (કચ્છ)થી કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા રતનાલથી સવારે 7 કલાકે નીકળી હતી અને સવારે 9 કલાકે અંજાર પહોંચી હતી.
સિદ્ધપુરથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાની અને મહામંત્રી સાગર રબારી ની આગેવાનીમાં નીકળનારી પરિવર્તન યાત્રા ચાણસ્મા થી સવારે 10 કલાકે નીકળીને બપોરે 1 કલાકે હારીજ પહોંચશે. ત્યાંથી પરિવર્તન યાત્રા સાંજે 5 કલાકે સમી ખાતે રોકાશે.
ઉમરગાંવથી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ધારાસભ્ય મહેશ વસાવા ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 8 કલાકે કરોડ થી નીકળીને સવારે 9:45 કલાકે તરસાડા પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ બપોરે 1 કલાકે ઉચ્છલ પહોંચશે. સાંજે 7 કલાકે પરિવર્તન યાત્રા વાલોદથી નીકળી કુકરમુંડા ખાતે રોકાશે.
આ પરિવર્તન યાત્રા દ્વારા અમે ભાજપ કોંગ્રેસની મિલીભગતને જનતા સમક્ષ ઉજાગર કરીશું. પરિવર્તન યાત્રા દરમિયાન મળેલ જનસમર્થન એ સાબિત કરી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઐતિહાસિક બહુમતી મળશે. પરિવર્તન યાત્રાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં એક નવી ઉર્જા ભરી દીધી છે