ગોસ્વામી સમાજના સ્મશાનઘાટમાં પ્રાર્થના હોલ, બાથરૂમ: જોડિયા રોડ પર પાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં બાથરૂમ બનાવાશે : લાકડા કાપવાના સેટ માટે ગ્રાન્ટ ફાળવાઈ
જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી 88 વર્ષ 2021 ફાળવેલ ગ્રાન્ટ સામે આયોજિત કામોને વહિવટી મંજૂરી અને ગ્રાન્ટનો પ્રથમ હપ્તો આપવા સરકારે ભલામણ કરી છે.
ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના જયશ્રીબેન પરમાર સત્તારૂઢ છે. ધ્રોલ શહેર અને પંથકમાં સતત વિકાસના કામો માટે પાલિકા પ્રમુખ જયશ્રીબેન સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.નગરપાલિકાની તારીખ 7. 9. 2021 ની સામાન્ય સભામાં રજૂ થયેલા ઠરાવ અનુસાર નીચે મુજબના કામોનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.સરકારે જનરલ કેટેગરી અંતર્ગત હાથ ધરવાના થતાં કામો માટે 138.02 લાખ રકમ ફાળવી છે.
માણેક પર રોડ પર આવેલ દશનામ ગોસ્વામીના સ્મશાનમાં પ્રાર્થના હોલ માટે 11.52800 રૂપિયા ફાળવાયા છે.તે જગ્યા એટલે કે સ્મશાનમાં બાથરૂમ બનાવવા માટે પ લાખ 20 હજાર 900 રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જોડીયા રોડ ઉપર પાલિકા સંચાલિત સાર્વજનિક સ્મશાનમાં નહાવા માટે બાથરૂમ બનાવવા માટે 520900 રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે તે જગ્યાએ સાર્વજનિક સ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવા માટેના લાકડાં કાપવા માટે સેટ બનાવવાની જરૂર હોય તે માટે 728500 રૂપિયા ફાળવાયા છે.
જોડીયા રોડ ઉપર મેમણ કબ્રસ્તાનમાં ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રુપિયા 16 લાખ 73 હજાર 500 ફાળવવામાં આવ્યા છે. રાજકોટથી વિરજીભાઇ નથુભાઈની વાડી સુધી વાડી શાળા નંબર 5 વાળો રસ્તો રેલવે સ્ટેશનથી શાળા નંબર એક સુધી સીસી રોડ બનાવવા માટે રૂપિયા 96 લાખ 29700 ફાળવાયા છે. આમ જનરલ કેટેગરી હેઠળના કામો માટે કુલ રકમ 1,42,18400 ફળવાયા છે.
જ્યારે એસ સી એસ પી કેટેગરી અંતર્ગત હાથ ધરવાના થતા કામો માટે કૃપયા 46 લાખ 37,000 ફાળવવામાં આવ્યા છે. જોડીયા રોડ ચામુંડા પ્લોટથી દલિત સ્મશાન સુધીનો રસ્તો સી.સી રોડ બનાવવા માટે 35 લાખ 45 હજાર 200 રૂપિયા ફાળવાયા છે. આમ ધ્રોલ નગરપાલિકાના મહિલા પ્રમુખની સતત સહેમત વચ્ચે સરકારે કુલ વહીવટી મંજૂરી આપવા પાત્ર રકમ રૂપિયા 1કરોડ 77 લાખ 63 હજાર 600 રૂપિયા મંજૂર કર્યા છે.