40 માઈલની મુસાફરી માટે 101 વહાણો વેઇટિંગમાં
આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે ઘણાખરા દેશો ને ઘણી કંપનીઓ પાણી એટલે કે જળ માર્ગનો ઉપયોગ કરતા હોય છે તેમાં સુએઝ કેનાલ ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ હતી પરંતુ થોડા વર્ષો પહેલા ખાલી એક વાહનમાં ફસાઇ જતા પંદર દિવસ સુધી વ્યાપાર ઠપ થઇ ગયો હતો ત્યારે એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માં આવે ખૂબ જ જરૂરી અને અનિવાર્ય બન્યું હતું. અત્યારે હાલના તબક્કે પનામા કેનાલ માં પણ ફલય અવ્યવસ્થા સર્જાઈ છે અને 40 માઈલની મુસાફરી માટે 101 જેટલા વહાણો વેઇટિંગમાં ઊભા છે જો આ સ્થિતિ આગામી સમયમાં પણ યથાવત રહી તો વ્યાપાર ને ઘણી ખરી માંથી અસરનો પણ સામનો કરવો પડશે.
શ્રી તરફ વૈશ્વિક પરિસ્થિતિ ને ધ્યાને લેવામાં આવે તો પણ વ્યાપારમાં ઘણી અસર ઉભી થઈ છે જેનાથી જે વ્યાપાર થવો જોઈએ તે વ્યાપારની સંખ્યામાં અને કરશે ઘટાડો નોંધાયો છે સામે આવકમાં પણ ઘટાડો થયો છે ગત વર્ષની સરખામણીમાં 18 ટકા જેટલા વાહનો પનામા કેનાલ માંથી વ્યાપાર કરતાં તેમાં પણ ઘટ ઊભી થયેલી છે. આવનારા સમયમાં જો કોઈ નવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ શકશે અને ટ્રાન્સપોર્ટેશન એટલે કે યાતાયાત નો જે ખર્ચ આવતો હોય તેમાં પણ વધારો નોંધાશે.
બીજી તરફ એશિયા અને યુરોપ વચ્ચે વ્યાપારિક સંબંધો ગાઢ થયા હતા તો સામે લોકડાઉન ના કારણે તે માં ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે અને ઉત્પાદન યુનિટોને પણ ઘણી માઠી અસર નો સામનો કરવો પડ્યો છે. યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને વહાણો ની લાઈનો ઘટે તો એનો સીધો જ ફાયદો વ્યાપારમાં જોવા મળશે અને વ્યાપાર વૃદ્ધિ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી શકે છે માત્ર જરૂર છે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની અને તે ત્યારે જ શક્ય થશે જ્યારે સુચારુ રૂપથી ઉદ્યોગો ચાલતા થાય.