રાજય સરકાર દ્વારા તળાવોને ઉંડા કરવાની કામગીરી માટે સુજલામ સુફલામ યોજના બહાર પાડવામાં આવી છે ત્યારે આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે તળાવો ઉંડા કરવાથી આગામી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો જથ્થો વધારે ભરાય જેના થી આસપાસના ખેતરોમાં આવેલા કુવાઓ અને બોર રિચાર્જ થાય પરંતુ તળાવોમાંથી માટી કોણ લઈ જઈ શકે તો આ યોજના અંતર્ગત સરકારે કેટલાક નીતિ નિયમો બહાર પાડયા હતા જેમાં પ્રથમ તો જે ખેડૂત ખાતેદાર છે અને ખેતી કરે છે.
તો તેના પોતાના ખેતરમાં માટીનું પુરાણ કરવા માટે મફતમાં તળાવની માટી લઈ જઈ શકે છે જે ખેતરમાં પુરાણ કરવાનું હોય તે ખેતરના સાત-બાર,આઠ-અ ના ઉતારા જેતે ગ્રામ પંચાયત કે શહેરી વિસ્તાર લાગતો હોય તો નગરપાલિકા માં રજુ કરીને મંજૂરી લઈ તળાવમાંથી માટી લઈ જઈ શકે છે.