જેનકોસની ફક્ત 6 રાજ્યો પાસેથી જ રૂ. 1.3 લાખ કરોડની રકમ વસુલવાની બાકી
વીજ મંત્રાલયે છ મોટા ડિફોલ્ટર રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ જનરેશન કંપનીઓ (જેનકોસ) અને કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ)ના બાકી લેણાંની ચુકવણી કરે અથવા વીજળીની ઍક્સેસ ગુમાવવા તૈયાર રહે કારણ કે બાકીની રકમ સપ્લાય માટે તણાવનું કારણ બની રહી હતી.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવોને અલગ-અલગ પત્રોમાં ઉર્જા સચિવ આલોક કુમારે જણાવ્યું હતું કે તેમની રાજ્ય વિતરણ ઉપયોગિતાઓ (ડિસ્કોમ્સ) ની “અભૂતપૂર્વ અસમર્થતા” ને કારણે વીજ સપલાય પેટે ભરવાના બાકી લેણાં વિશ્વસનીયતાને જોખમમાં મૂકે છે.
જેનકોસને રૂ. 20842 કરોડ અને સીઆઈએલને રૂ. 729 કરોડની બાકી રકમ સાથે તમિલનાડુ ટોચ પર છે. મહારાષ્ટ્રને જેનકોસના રૂ. 11176 કરોડ અને સીઆઇએલના રૂ. ૩૦૮ કરોડ દેવાના છે. યુપીને જેનકોસના રૂ. 9372 કરોડ અને સીઆઇએલના રૂ.319 કરોડ દેવાના છે.
મધ્યપ્રદેશે જેનકોસના રૂ.5030 કરોડ અને સીઆઇએલના રૂ. ૨૫૬ કરોડ દેવાના છે. કાશ્મીરને જેનકોસના રૂ. ૭૨૭૫ કરોડનું દેવું છે પરંતુ સીઆઈએલ સામે તેની પાસે કોઈ બાકી નથી કારણ કે તેની પાસે પોતાનો કોઈ થર્મલ પાવર પ્લાન્ટ નથી.
કુમારે જણાવ્યું હતું કે જો યુટિલિટીઓ તેમના લેણદારોને સમયસર ચૂકવણી કરવા માટેની તેમની જવાબદારીઓ છોડી દેવાનું ચાલુ રાખે છે અને તેમના ભૂતકાળના અને વર્તમાન લેણાંને “તાત્કાલિક” ચૂકવતા નથી, તો આ પાવર સપ્લાય પર જોખમી અસર કરશે. યુટિલિટીઝ દ્વારા બેઝિક પેમેન્ટ શિસ્તના પાલનનો અભાવ પણ સેક્ટરમાં નવા રોકાણ પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તમામ ડિસ્કોમને એકસાથે મળીને જેન્કોને રૂ. 1.3 લાખ કરોડનું દેવું છે, જે 2017 પછીનું સૌથી વધુ છે અને 24910 કરોડથી વધુ ચાર ગણાથી વધુનો વધારો દર્શાવે છે જે ડિસ્કોમને તે વર્ષે માર્ચમાં જેન્કોને દેવાના હતા.
બાકી લેણાંમાં ડિસ્કોમ દ્વારા વિવાદિત રકમનો સમાવેશ થતો નથી, જે એક એવી હકીકત છે જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. ઓવરડ્યુ સેક્ટરને તણાવમાં મુકનારું પરિબળ છે અને રાજ્ય સ્તરે કેન્દ્રની સુધારણા પહેલ માટેના પડકારોને રેખાંકિત કરે છે.