મેષ (Aries):
કામકાજમાં વધારે રહી શકે છે. પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા રહી શકે છે. પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમારા મનમાં જે કલ્પનાઓ અને સપના છે, તેમને સાકાર કરવાનો યોગ્ય સમય છે. વ્યવસાયિક દૃષ્ટિથી સમય અનુકૂળ છે. રોકાણને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ સફળ થશે.
વૃષભ (Taurus) :
પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે. આજે દોડભાગ વધારે રહેશે. ભૂતકાળની વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. આજે તમે આકરી મહેનત તથા આત્મવિશ્વાસ દ્વારા તમારા કાર્યોમાં ધ્યાન લગાવશો. કારખાના, ફેક્ટ્રી વગેરે લોખંડને લગતા વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિઓ બનશે તથા સારા ઓર્ડર પણ મળશે.
મિથુન (Gemini):
એક વાતનું ધ્યાન રાખવું કે કોઇના ઉપર પણ વધારે વિશ્વાસ કરવો નહીં. વ્યવસાયમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. આ સમય કોઇ નવું કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચારો રાખવા. પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે. વ્યવસાયિક કાર્યો માટે ઉધાર કે લોન લેતી સમયે ફરી વિચાર કરો. સર્વાઇકલ તથા ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.
કર્ક (Cancer):
સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. માંસપેશીઓમા દુખાવો રહી શકે છે. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો. મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું પણ સમાધાન મળી શકે છે. બેદરકારી અને મોડું કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.
સિંહ (Leo) :
કામકાજમાં વધારે રહી શકે છે. પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા રહી શકે છે. પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમારા મનમાં જે કલ્પનાઓ અને સપના છે, તેમને સાકાર કરવાનો યોગ્ય સમય છે. કોઇપણ જોખમી કાર્યમાં આજે બિલકુલ પણ પોતાનું ધ્યાન ન લગાવો. આ રાશિના જાતકો આજના દિવસે પૈસાનો ઉપયોગ બરાબર કરવા માટે યોજના બનાવશો. જે લોકો ફાઇનાન્સિયલ પ્લાનિંગથી જોડાયેલા છે તે લોકો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય કરી શકો છો.
કન્યા (Virgo) :
મુશ્કેલી કે વિઘ્નો સિવાય તમે તમારા બધા કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમને કોઇ મુશ્કેલ સમયમાં પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે. તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. વાહન ચલાવતી સમયે બેદરકારી ન રાખો. જો કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો, પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. અન્યની સલાહની અપેક્ષા પોતાના મનનો અવાજ સાંભળો, તમને યોગ્ય સલાહ મળશે.
તુલા (Libra):
કોઇ નજીકના સંબંધી સાથે તમારી જ કોઇ જિદ્દના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે ઇગોને લઇને કોઇ વિવાદ થઇ શકે છે. તમે તમારી સમજણ દ્વારા કોઇ મુંજવણનું સમાધાન મેળવવામાં પણ સક્ષમ રહેશો. કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આજના દિવસે આ રાશિના જાતકોનું કોઈ કામ અપેક્ષા અનુસાર નહીં થાય પરંતુ જે વાત તમારા માટે યોગ્ય છે તો તે વાતનો અનુભવ તમને થશે. પરિસ્થિતિનો જોતા તમે જે વિચારી નથી શકતા તે તમારું તકલીફનું કારણ બની શકે છે. બદલાતી પરિસ્થિતિ પર ધ્યાન આપો.
વૃશ્ચિક (Scorpio):
લોકો સાથે હળવા-મળવામાં વધારે ધ્યાન આપો. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમેય કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ ધૈર્ય પૂર્વક કરો. ક્યારેક મન પ્રમાણે અતિ આત્મવિશ્વાસના કારણે દગો થઇ શકે છે. મિત્રો સાથે તમારો સમય ખરાબ ન કરો. તમારી ઊર્જાનો પોઝિટિવ રૂપમાં ઉપયોગ કરવાથી તમારા અનેક કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે.
ધન (Sagittarius):
લગ્નજીવનમાં મધુરતા રહેશે. આ સમયે તમારી વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંબંધોને વધારે સારા કરવાની જરૂરિયાત છે. આજનો દિવસ પરિવાર સાથે સારો પસાર થશે. આર્થિક મામલે વધારે ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. તમારો ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે. જેના કારણે તમારા વિચારો પોઝિટિવ અને સંતુલિત થશે. આ સમયે બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે શરૂ કરીને ચાલો.
મકર (Capricorn):
તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આજે ઉતાવળની જગ્યાએ શાંતિથી પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. આજના દિવસે જીવનમાં મહેસુસ થનારા ઉત્તર-ચડાવનો પ્રભાવ તમારા મન પર વધારે રહેશે. મિત્ર અથવા કોઈ ખાસ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલા વિચારો પર તુરંતજ ધ્યાન આપો અને કામ કરવાનું શરૂ કરી દો.
કુંભ (Aquarius):
ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં પરેશાની આવવાથી તણાવ રહેશે. આળસના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. કેમ કે, તેના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બોલચાલની રીત નરમ રાખો. ખરાબ ભાષાના પ્રયોગથી થોડા લોકોમા નિરાશાનો ભાવ ઊભો થઇ શકે છે.
મીન ( Pisces):
લગ્નજીવન સુખમય રહેશે. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવું તથા એકાગ્રચિત્ત રહેવું તમને સફળતા પ્રદાન કરશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમને અનેક અવસર પ્રદાન કરશે. તેનું ભરપૂર સન્માન કરો. કોઇ બચત રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો તરત કરી દો. ભાઇઓ કે નજીકના સંબંધીઓ સાથે થોડી લાભકારી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે.