માનવ ઇતિહાસમાં પહેલાની તુલનામાં આ દુનિયા ખૂબ જ જલદી બદલાઇ રહી છે. નવી ટેક્નોલોજી આવી રહી છે અને જલ્દી સામાન્ય લોકો સુધી પહોંચી જશે. અમેરિકામાં ડ્રાઇવરલેસ કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી તરફ દુબઇમાં લોકલ ટેક્સી સર્વિસમાં ૫૦ ડ્રાઇવરલેસ કાર પણ સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આવી જ ફ્યુચર જોબ્સ વિશે.
૧- નોસ્ટેલ્જિસ્ટ
– આ લોકો અતીતના જાણકાર હશે. ઘર અને પ્રોડક્ટ ડિઝાઇન કરશે જે તમને જુના સમયનો અહેસાસ કરાવશે, વર્ચ્ચુયલ રિયાલિટીના માધ્યમથી તમને તમારા બાળપણ અને યુવાનીના સમયમાં લઇ જશે.
૨- પ્રોડક્ટિવિટી ઓફિસર
– ઓફિસમાં પ્રોડક્ટિવિટી જ મહત્વની હોય છે, આ ઓફિસર નક્કી કરશે કે ઓફિસમાં દરેક વ્યક્તિ ખુશ હોય અમે તેનાથી વધારે પ્રોડક્ટિવ પણ
૩- ડ્રોન ટ્રાફિક મેનેજમેન્ટ
– ભવિષ્યમાં ડ્રોનની સંખ્યા વધશે. હાલમાં અમેઝોન કં૫નીઓ સામાનની ડિલિવરી માટે તેનો ઉપયોગ કરી રહી છે. ફ્યુચરમાં અનેક કામ માટે ડ્રોનનો ઉપયોગ થશે. તેનાથી આકાશમાં ડ્રોન ટ્રાફિક વધશે અને તેના સંચાલન માટે કંટ્રોલર્સની જરુર પણ રહેશે.
૪- એન્ડ લાઇફ થેરેપિસ્ટ
– મેડિકલ અને ટેકનિકલ એડવાન્સમેન્ટના આધારે વ્યક્તિની ઉંમર વધશે. લોકો લાંબા સમય સુધી જાગશે. શક્ય છે કે તે એટલું જીવે કે જીંદગીથી થાકી જાય, એવામાં આ એન્ડ લાઇફ થેરેપિસ્ટ લોકોનો અંતિમ સમય આરામથી વીતે માટે કાર્ય કરશે.
૫- ટેલીસર્જન
હાલમાં સર્જરીમાં રોબોટ્સનો ઉપયોગ શરુ થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ વધશે દૂર બેઠેલા સર્જન રોબોટ્સને સંચાલિત કરીને મોટી સર્જરી કરી શકશે.