• એક સાથે અર્થી ઉઠતા હહૃય દ્વારક દ્રશ્ય સાથે કરૂણાંતિકા સર્જાય: હળવદ અડધો દિવસ શોકમય બંધ
  • સાગર સોલ્ટ નામના કારખાનાની દિવાલ ધરાસાયી થતા દુર્ધટના એક સાથે 12 શ્રમિકના મોતથી અરેરાટી
  • ગોજારી ઘટનાના પગલે મુખ્યમંત્રીએ હળવદ આવી મૃતકના પરિવારને સાંત્વના આપી, તાકીદે રિપોર્ટ કરવા આદેશ કર્યો

હળવદ જીઆઇડીસીમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનાની દિવાલ ધરાસાયી થતા સર્જાયેલી દુર્ઘટનામાં એક સાથે 12 શ્રમજીવીના કમકમાટી ભર્યા મોત નીપજ્તા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ દોડી ગયા હતા અને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મૃતક પરિવારને સહાય જાહેર કરી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ નવ મૃતકની હળવદમાં અને ત્રણ મૃતકની કચ્છમાં એક સાથે અર્થી ઉઠતા હહૃય દ્વાવક દ્રશ્ય સાથે ગમગીની છવાઇ ગઇ હતી. દુર્ઘટનાના કારણે હળવદ અડધો દિવસ શોકમય બંધ રહ્યું હતું.

મોરબી જિલ્લામાં હળવદ જીઆઇડીસી માં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં 30 લોકો કામ કરી રહ્યા હતા  ગઈકાલે બપોરે 12:15 વાગ્યા આસપાસ શ્રમિકો કામ કરી રહ્યા હત તે દરમિયાન અચાનક કોઈ કારણોસર દીવાલ ધસી પડતા ત્યાં કામ કરતા જોકે તેમના 15 લોકો જમવા માટે ચાલ્યા ગયા હોય તેથી સદનસીબે તેઓ બચી ગયા હતા પરંતુ અન્ય 15 જેટલા લોકો આ દુર્ઘટના નો ભોગ બન્યા હતા.

IMG 20220518 WA0058

આ દુર્ઘટના ઘટતા આજુબાજુ ના લોકો ભેગા થઈ જતા તુરંત જ જેસીબી,હીટાચી અને ક્રેન જેવી મશીનરી થી કાટમાળ દૂર કરીને દબાયેલા લોકોને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી  જેમાં કોળી અને ભરવાડ સમાજના 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ,મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ,હળવદ પોલીસ,ફાયર ફાઈટર સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાબડતોબ કામગીરી કરીને કાટમાળ દૂર ખસેડવામી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મૃતકોમાં કોળી રમેશભાઈ મેઘાભાઈ(ઉ 42),તેમનો પુત્ર કોળી દિલીપભાઇ રમેશભાઈ(ઉ.26),બીજો પુત્ર કોળી શ્યામ રમેશભાઈ(ઉ.13),પુત્રી કોળી દક્ષા રમેશભાઈ(ઉ.15),પુત્રવધુ કોળી શીતલબેન દિલીપભાઈ (ઉ.24),પૌત્ર કોળી દિપક દિલીપભાઇ (ઉ.3) નામનો આખો પરિવાર  મોતને ભેટ્યો હતો જયારે ભરવાડ સમાજના સુસરા ડાયાભાઈ નાગજીભાઈ (ઉ.42),તેમની પુત્રી સુસરા દેવીબેન ડાયાભાઈ (ઉ.15),તેમની પત્ની સુસરા રાજીબેન ડાયાભાઇ(ઉ.41) તથા પીરાણા રમેશભાઈ નરશીભાઈ (ઉ.51)અને તેમની પુત્રી પીરાણા કાજલબેન રમેશભાઈ(ઉ.20) તથા મકવાણા રાજેશભાઇ જેરામભાઈ ના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સહિતનું સરકારી તંત્ર સ્થળ પર દોડી જઇ સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આ બનાવમાં મૃતકો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા માટે બે મોરબી, બે સુરેન્દ્રનગર સહિત પાંચ 108 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી રહી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવાદની ગોઝારી ઘટનામાં મોરબી, સુરેન્દ્રનગર, સરા સહિતના સ્થળેથી 5 થી વધુ 108 ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તકે 108ના જિલ્લા કો- ઓર્ડીનેટર નિખેલએ જણાવ્યુ હતુ કે, તેઓ પણ ઘટના સ્થળે જવા રવાના થયા છે અને અત્યારે 5 જેટલી એમ્બ્યુલન્સ છે અને હજી વધારે જરૂર પડશે તો વધુ એમ્બ્યુલન્સ મુકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેઆ ગોઝારી દુર્ઘટનાની જાણ થતાં જ તેઓએ ટ્વિટ કરી મૃતકો ના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ ઘટનાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી મૃતકોને ચાર-ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50-50હજારની સહાયની જાહેરાત કરી હતી બાદમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સીઆર પાટીલ દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોને 4-4 લાખ અને ઈજાગ્રસ્ત ને 50-50 હજારની સહાયની જાહેરાત કરવમ આવી હતી અને આ ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને રાજયમંત્રી બ્રિજેશ મેરજા,સીએમ સચિવ કૈલાશ નાથન સાથે મોરબી આવવા  રાવાનાં થયા હતા બાદમાં ઘટના સ્થળની મુલાકાત લઈને સંબંધિત વિભાગના અધિકારીઓ ને તપાસના આદેશ આપવામા આવ્યા હતા ને આ દુર્ઘટના નો ભોગ બનનાટ મૃતકોના પરિજનો ને મળીને સાંત્વના પાઠવી હતી અને ત્રણ દિવસમાં આ ઘટનાનો રિપોર્ટ આપવા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ રેન્જ આઈજી  સંદીપ સિંઘ પણ ઘટના સ્થળે ચકાસણી અર્થે આવ્યા હતા અને આ દુર્ઘટનામાં માં મૃત્યુ પામેલ શ્રમિકો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે  આગામી ત્રણ દિવસના સમયમાં આ ઘટનના જવાબદાર કારણો શોધી અને આ શ્રમિકો પાસે કાયદેસર કામ લેવામાં આવતું હતું કે નહીં?શ્રમિકો ને સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે અને નિયત સમય મર્યાદાના રાજ્ય  સરકારને રીપોર્ટ સુપ્રત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.