વર્ષ 2025 નહીં આગામી એપ્રિલ માસમાં જ 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવાશે
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાને લઇ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સીધી જ અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ જોવા મળી રહી છે ત્યારે આવનારા સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો આવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને તે પૈકી સરકારે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા મંજૂરી પણ આપી છે જેના માટે વર્ષ 2025 નું વર્તન કરવામાં આવ્યું હતું પરંતુ હાલની સ્થિતિ વધુ નિસરતા સરકારે આગામી વર્ષના એપ્રિલ માસ દરમિયાન જ પેટ્રોલમાં 20 ટકા જેટલો ઇથેનોલ ભેળવવા માટે નિર્ધાર કર્યો છે જેથી જે આયાત બિલ આવી રહ્યું છે તેમાં ઘણા ખરા અંશે ઘટાડો આવે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ જે રીતે આસમાન આંબી રહ્યા છે ત્યારે ભારતે પોતાના લોકલ સંસાધનો વધુ ઉપયોગ કરવા માટે ઈથેનોલ મેળવવા માટેની મંજૂરી આપી છે. સરકારે ગત ત્રણ મહિનાથી પેટ્રોલમાં 10.5 ટકા ઇથેનોલ ભેળવવા માટેની મંજૂરી આપી છે. તો સામે સરકાર દ્વારા જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલો છે તે યોગ્ય રીતે અનુસરવામાં આવે તો આગામી નાણાકીય વર્ષમાં સરકારને 50 હજાર કરોડ રૂપિયા ની બચત થશે. સૌથી મોટી વાત એ પણ છે કે વિશ્વમાં ભારત ત્રીજું ક્રૂડ આયાત કરતો મોટો દેશ છે અને તેની 85 ટકા જેટલી માંગ વિદેશ આયાત થીજ મેળવવામાં આવે છે.
ગત મે માસમાં ભારત સરકારને ઇંધણની માંગમાં વધારો જોવા મળ્યો હતો જે આશરે 14 ટકા જેટલો થયો હતો અને તેના ભાવમાં પણ બે ટકા જેટલો વધારો નોંધાયો છે. આ તમામ પગલાઓ ધ્યાને લઇ અને સ્થિતિને અનુસરી સરકાર દ્વારા ફુલ પોલિસીમાં બદલાવ લાવવામાં આવ્યો હતો અને આ ઉપાય થી ગેસના ભાવમાં ઘટાડો થાય જેથી ઇંધણના ભાવ પણ નીચા આવે તે દિશામાં કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જે ઇથેનોલ ભેળવવા માટેની વાત સામે આવી રહી છે તેનાથી ભારતને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે અને ક્રૂડના ભાવમાં ઘટાડો પણ જોવા મળશે. વૈશ્વિક ફલક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે સરકારે આયાત બિલ ઉપર ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે અને તેના માટે સરકાર દ્વારા હાલ તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં જો સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવે તો પેટ્રોલના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તેનો સીધો જ બોજ લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. આ તથ્ય આગામી સમયમાં લોકોને કોઇપણ પ્રકારનો આર્થિક બોજ પેટ્રોલ-ડીઝલ ઉપર ન પડે તેના માટે સરકારે પેટ્રોલમાં દસ ટકા ઇથેનોલ ભેળવવા માટે ની પરવાનગી આપી છે જેથી આગામી ઓક્ટોબર મહિનાથી પ્રતિ લીટર પેટ્રોલમાં બે રૂપિયા સુધીનો ઘટાડો આવી શકશે. પરંતુ સરકાર માટે હાલ ચિંતાનો વિષય એ છે કે ઇથેનોલ ની વિતરણ વ્યવસ્થા જો યોગ્ય રીતે જળવાશે તો તેઓને કોઇ પણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે અને સુચારુ રૂપથી લોકોને સસ્તા દરે પેટ્રોલ પણ મળશે.