ખેરવા ગામના 13 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીના માલવણ ગામે દીક્ષા ધામ ગુજરાત ખાતે કરવા ગામના એક સાથે 13 લોકોએ ધર્મ પરિવર્તન કરી લીધો છે હિંદુ ધર્મ છોડીને બુદ્ધ ધર્મ અપનાવી લીધો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મ પરિવર્તનનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામે દીક્ષા ધામ ગુજરાત ખાતે ખેરવા ગામ ના 13 જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે.
ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે ભવ્ય રીતે બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી છે જેમાં પાટડી ખાતે ભવ્ય રીતે અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે તેવા સંજોગોમાં આ કાર્યક્રમ દરમ્યાન પાટડી તાલુકાનાં માલવણ ગામે આવેલા દીક્ષા ધામ ગુજરાત ખાતે ખેરવા ગામ ના જ 13 જેટલા લોકોએ હિંદુ ધર્મનો અંગીકાર કરી અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
અનેક મંત્રો અને સંતોની ઉપસ્થિતિમાં બૌદ્ધ ધર્મનો બુદ્ધ પૂર્ણિમા ના દિવસે જ સ્વીકાર કરી લીધો છે પ્રવચન બાદ પ્રતીક્ષા અને દીક્ષા ગ્રહણ કરાવવામાં આવી છે તેવા સંજોગોમાં તે લોકો એક સાથે 13 લોકોએ હિંદુ ધર્મ છોડી દીધો છે અને બુદ્ધ ધર્મ તરફ લોકો વળતા હોય તેવું સ્પષ્ટ રીતે વધી રહ્યું છે તેવો જ બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના માલવણમાં બન્યો છે ત્યારે આ મામલે સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સંગઠનના હોદ્દેદારો અને સંસ્થાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે.
જ્યારે અન્ય વિગત પણ એ પણ બહાર આવી રહી છે કે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારીએ પણ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે અને પ્રવચન બાદ પ્રતિજ્ઞા લેવડાવી ને દિક્ષા ગ્રહણ કરી છે. એકસાથે 13 લોકો હિન્દૂ ધર્મ છોડી બુદ્ધ ધર્મ અપનાવતા તર્ક વિતર્ક સર્જાયા છે.