જરૂરિયાતમંદને રેડિયોલોજી અને પેથોલોજીમાં 25% ડિસ્કાઉન્ટ અપાશે
ઉપલા કાંઠા વિસ્તારની એક માત્ર મલ્ટી સુપર સ્પેશિયાલિટી ટિમ ધરાવતી ગોકુલ હોસ્પિટલ-કુવાડવા રોડ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ત્રણ વર્ષ દરમિયાન રાજકોટવાસીઓ દ્વારા મળેલ અતૂટ વિશ્વાસ અને સહકાર બદલ સર્વે નાગરિકોને સાદર આભારની લાગણી તેમજ ભવિષ્યમાં વધુ સારી સેવાની કટિબદ્ધતા દર્શાવતા તારીખ 19મી મે, 2022-ગુરુવારનાં રોજ નિ:શુલ્ક સર્જીકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન સેવા આપવામાં આવશે, જેમાં ન્યૂરો સર્જન, સ્પાઈન સર્જન, કાર્ડિઓલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેંટ સર્જન, જનરલ સર્જન, ઈ. એન. ટી. સર્જન, ઇન્ટરવેન્સનલ રેડિયોલિજિસ્ટ (લોહીની નળીનાં રોગોના નિષ્ણાંત) વગેરે ડોક્ટરો નિ:શુલ્ક નિદાન સેવાઓ આપશે. આ ઉપરાંત જરીરિયાતમંદ રેડિયોલોજી અને પેથોલોજીમાં 25% ડિસ્કાઉન્ટ તેમજ ફાર્મસી પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ કેમ્પનો સમય સવારે 10 થી 2 નો રહેશે અને આ કેમ્પ માટે 88 66383108 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ગોકુલ હોસ્પિટલ – કુવાડવા રોડ ખાતે ઉપર મુજબની સુપર સ્પેશિયાલિટી ઉપરાંત ન્યૂરોલોજી – પીડિયાટ્રીક ન્યૂરોલોજી, જનરલ મેડિસિન, પલ્મોનોલોજી (ફેફસાના રોગોના નિષ્ણાંત), ક્રિટીકલ કેર, બાળરોગ. અને
પીડિયાટ્રીક ક્રિટીકલ કેર, નેફ્રોલોજી વગેરે જેવી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની વિશાળ ટિમ ઉપલબ્ધ છે. આ ઉપરાંત એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, અદ્યતન ઓપરેશન થિયેટર અને કેથ લેબ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું આઇસીયુ અને 24 કલાક ઈમરજન્સી જેવી વિશેષ સુવિધાઓ ધરાવે છે.
ગોકુલ હોસ્પિટલ – કુવાડવા રોડ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) અને મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અંતર્ગત એંજીયોગ્રાફી, એંજીયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, ઘૂંટણ તથા થાપા બદલાવવાના ઓપરેશન, મૂત્રમાર્ગને લગતા ઓપરેશન અને મણકા તથા કરોડરજ્જુના ઓપરેશન સંપૂર્ણ મફ્ત કરી આપવામાં આવે છે.