ભારત ફુગાવાની વૈશ્વિક સમસ્યા વચ્ચે અર્થતંત્રના વિકાસને અટકાવવા નથી માંગતું
ફુગાવો વધી રહ્યો છે. આ વૈશ્વિક સમસ્યા સામે અર્થતંત્રનો વિકાસ પણ જરૂરી હોય, ક્ષણિક ફુગાવા સામે સરકાર અર્થતંત્રના ગ્રોથ એન્જીનને રોકવા માંગતી નથી. એટલે જ સરકાર દેણુ કરીને ઘી પીવાની નીતિ અપનાવી રહી છે.
એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧૫.૦૮ ટકાના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. શાકભાજી અને ફળોના ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ ફુગાવો વિક્રમજનક સ્તરે પહોંચી જતાં આગામી મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી મહિને ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે.
એપ્રિલમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૫.૮ ટકા રહ્યો છે જે વર્તમાન સિરીઝ ૨૦૧૧-૧૨નો સૌથી વધુ છે. જૂની સિરીઝની વાત કરવામાં આવે તો ૧૫.૮ ટકાથી વધુ જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટ, ૧૯૯૧માં ૧૬.૦૬ ટકા નોંધવામાં આવ્યો હતો. આમ એપ્રિલ, ૨૦૨૨માં નોંધવામાં આવેલો જથ્થાબંધ ફુગાવો છેલ્લા ૩૦ વષનો સૌૈથી વધુ રહ્યો છે.
એપ્રિલ મહિનામાં ખાદ્ય, ઇંધણ, મેન્યુફેકચરિંગ અને વીજળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખાદ્ય તેલ, બેઝિક મેટલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય વસ્તુઓ, બિન ખાદ્ય વસ્તુઓ, ફૂડ પ્રોડક્ટ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ ના ભાવ વધવાને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.
ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલ, ૨૦૨૨માં શાકભાજી, ઘંઉ, ફળો અને બટાકાના ભાવમાં જોરદાર ઉછાળો આવતા ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને ૮.૩૫ ટકા થઇ ગયો છે.
શાકભાજીના ભાવમાં ૨૩.૨૪ ટકા, બટાકાના ભાવમાં ૧૯.૮૪ ટકા, ફળોના ભાવમાં ૧૦.૮૯ ટકા, ઘંઉના ભાવમાં ૧૦.૭૦ ટકાનો વધારો થયો છે.
જથ્થાબંધ ફુગાવો છેલ્લા 13માસથી ડબલ ડિજિટમાં
છેલ્લા સળંગ ૧૩ મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં એટલે કે 10 ટકા કે તેનાથી વધુ રહ્યું છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં ફુગાવો 38.66 ટકા રહ્યો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ફુગાવોે 10.85 ટકા રહ્યો છે.ગયા સપ્તાહમાં એપ્રિલ મહિનાના રીટેમલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. એપ્રિલમાં રીટેલ ફુગાવે ૭.૭૯ ટકા રહ્યો હતો. જે આઠ વર્ષની ઉચ્ચ સપાટી હતી.
RBI વ્યાજદરમાં જુનમાં 40 અને ઓગસ્ટમાં 35 બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવી શકયતા
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફુગાવો હજુ પણ વધી રહ્યો છે. જેને પગલે આરબીઆઇ જુન મહિનામાં વ્યાજ દરોમાં ૪૦ બેઝિસ પોઇન્ટ અને ઓગસ્ટમાં ૩૫ બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવી શક્યતા છે. ગયા મહિનેઆરબીઆઇએ વ્યાજ દરમાં 9.40 ટકાનો વધારો કર્યો હતો. જેના પગલે રેપોરેટ 4.40 ટકા થઇ ગયો છે.