સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લીમડી અમદાવાદ હાઈવે ઉપર આવેલા દેવપરા ગામ ના પાટીયા નજીક આઇસર પલટી ખાઇ જતા અકસ્માત થયો હતો. ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અન્ય 12 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઘાયલ ૧૨ લોકોને લીમડી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તમામની સારવાર શરૂ કરવામાં આવી છે.
મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર આઈસર ચાલક દ્વારા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે 12 લોકોને ઈજાઓ પહોંચી છે અને એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
ચાર એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. આ મામલે લીમડી પોલીસને જાણ થતા લીમડી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.