- રાજકોટના રાજવી ધર્મેન્દ્રસિંહજીએ 1936માં શૈક્ષણિક અને રમતગમતના હેતુ માટે સ્થાપના કરેલી
- એડવોકેટ ગોપાલ ત્રિવેદી અને બ્રીજ શેઠ દ્વારા જાહેર હિતની અરજી આગામી દિવસોમાં કાનુની જંગ
રાજય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરે છે ત્યારે જ પોતાના વિભાગો તેનો અમલવારી કરવાના બદલે અવગણા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની મઘ્યે આવેલા ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં આવેલા રમત ગમતના વિશાળ ગ્રાઉન્ડમાં શહેરના યુવાનોને રમતા અટકાવી મેદાનને ડેવપલોટ કરી ખાનગી સંસ્થાને સોંપી દેવાની થઇ રહેલી પેરવી સામે શહેરના જાગૃત વકીલ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવતા શહેરભરમાં ચર્ચા જાગી છે.
રાજકોટના રાજવી દ્વારા યુવાનોના શિક્ષણ અને રમતગમતના ઉત્થાન માટે શહેરની મઘ્યે આવેલી કિંમતી જમીન શૈક્ષણિક અને રમત ગમતના હેતુથી મિલ્કત આપવામાં આવી હતી. જેમાં વર્ષ 1936માં ઠાકોર સાહેબ દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં નાની મોટી સ્કુલો, કોલેજો, હોસ્ટેલોમાં અભ્યાસ કરતા તેમજ આસપાસની સ્કુલોના વિદ્યાર્થીઓ ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પના ગ્રાઉન્ડમાં વિના મૂલ્યી રમત ગમત માટે આવતા હતા.
તંત્ર દ્વારા ગ્રાઉન્ડમાં દિવાલ બનાવવાની કાર્યવાહી કરવાની પેરવી સાથે વિઘાર્થી યુવાનો અને સિનીયર સીટીઝનો દ્વારા લાગતા વળગતા વિભાગોને અનેક વખત રજુઆત કરી દિવાલ ન બનાવવાની અપીલ કરવા છતાં તંત્ર ટસમાં મસ ન થતા બાંધકામની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.
હાલ રાજકોટ શહેરમાં એક પણ મેદાન બાળકોને કે યુવાનોને રમત ગમત પ્રવૃતિ જેવી કે, ફુટબોલ, ક્રીકેટ, કબડ્ડી, રમત રમવા માટેના મેદાન રહેવા પામેલ નથી. જો આ મેદાન ફરતી દિવાલ બાંધવાથી આજુબાજુના વિસ્તારના બાળકો રમત ગમત પ્રવૃતિ બંધ થઇ જાય તેમ છે.
જેથી અમો એ ના છુટકે ન્યાયતંત્ર નો આશરો લેવાની ફરજ પડેલી જે માટે ગોપાલ બી. ત્રિવેદી એડવોકેટ રાજકોટ અને બ્રીજભાઇ વીકાસભાઇ શેઠ એડવોકેટ અમદાવાદ હાઇકોર્ટ ઓફ ગુજરાતના દ્વારા રાજકોટના હજારો બાળકોના હીત માટે તથા આવનારી પેઢી માટે રમતગમતનું મેદાનમાં મુકત મને કોઇપણ ચાર્જ વિના રમી શકે તે માટે કાયદાકીય લડત આપવા માટે જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવેલી છે.