લોકોને માયાજાળમાં ફસાવતા રાજુલાના પાંચેય શખ્સો બીજી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ગોંડલ સિટી પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાની મહામૂલી જણસ વેચવા આવતા હોય વેચીને રોકડ રકમ સાથે બહાર નીકળતા ખેડૂતો ને ટાર્ગેટ કરતી રાજુલાનાં પાંચ શખ્સોની ગેંગને ગોંડલ સિટી પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં પેઢી ધરાવતા જયેશભાઈ ગોંડલીયા તેમજ સોમનાથ જિલ્લામાં રહેતા ભરતભાઈ નંદાણીયા ને ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડ ની બહાર લિફ્ટ આપવાના બહાને ઇન્ડિકા વિસ્ટા ગાડીમાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોય જે અંગેની ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સિટી પીઆઇ સંગાડા, હેડ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ રાઠોડ, જયદીપ સિંહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા, મયુર સિંહ જાડેજા, વાઘાભાઈ આલ, મહેન્દ્રભાઈ સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન બાતમી મળી હતી કે અમરેલી જિલ્લાના રાજુલા ગામે તત્વ જ્યોતિ મંદિર પાસે રહેતા રવિ શાંતિભાઈ ચૌહાણ, કરણ ખીમા ભાઈ સોલંકી, આકાશ ઉર્ફે ગેરવો જેન્તીભાઈ સોરઠીયા, જયંતિ ઉર્ફે કાળુ ગોરધનભાઈ સોલંકી તેમજ હરેશ લાભુભાઈ ચૌહાણ ફરીથી શીકારની તલાશમાં ગોંડલ તરફ આવી રહ્યા હોય સીટી પોલીસે નેશનલ હાઈવે જેતપુર ચોકડી સાંઢિયા પુલ પાસે ઇન્ડિકા વિસ્ટા ૠઊં19અઅ0547 સાથે ઉપરોક્ત પાંચેય આરોપીઓને રોકડ રકમ રૂપિયા 144000 તેમજ ઇન્ડિકા વિસ્ટા ગાડી કિંમત રૂપિયા 150000 કુલ મુદ્દામાલ રૂપિયા 294000 સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી