મેષ રાશિફળ (Aries Horoscope)
આજનાં દિવસે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી સમસ્યાઓ દૂર થશે, સાથે જ સંતાનની કોઈપણ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવ દૂર થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ સંબંધિત કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેનો ખંતપૂર્વક અમલ કરો. નજીકના ભવિષ્યમાં તમારા માટે અનુકૂળ સંજોગો સર્જાશે.
વૃષભ રાશિફળ (Taurus Horoscope)
મિલ્કત સંબંધિત કોઈ કામ માટે સારો સમય છે. મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પણ પ્રોગામ બની શકે છે જેનાથી મનમાં ખુશી રહેશે. કામની કોઈ યોજના તમારા પૂરતી સીમિત રાખો અન્યથા કર્મચારીઓ તમારી સૂચના લીક કરી શકે છે.
મિથુન રાશિફળ (Gemini Horoscope)
રોકાણ સંબંધિત મામલામાં ખાસ ધ્યાન રાખો. રૂટિનમાં ફેરફાર કરવાથી બધા જ કામમાં સફળતા મળશે. ધંધામાં આજે બધી બાબતે સાવધાની રાખવાની જરૂર છે. કોઈ દ્વારા આજનાં દિવસે વિશ્વાસઘાત થઇ શકે છે.
કર્ક રાશિફળ (Cancer Horoscope)
ઉત્તમ ગ્રહની સ્થિતિ બની રહી છે. આજનાં દિવસે કોઈ અટકેલા કામ પુરા થઇ શકે છે. સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. કોઈ પણ નિર્ણય પ્રેક્ટિકલ બનીને લો. દિલની બદલી મગજથી નિર્ણય લો.ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને મીડિયા સંબંધિત ધંધામાં સફળતા મળશે. કલા અને રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકોને પણ નવો કરાર મળવાની સંભાવના છે. શેરબજાર સાથે જોડાયેલા લોકોએ આજે સાવધાન રહેવું જોઈએ.
સિંહ રાશિફળ (Leo Horoscope)
આ રાશિનાં જાતકો માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ તૈયાર છે. તેથી તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વહન કરો. તમને ચોક્કસ સફળતા મળશે. અને તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણીથી તમામ કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે. ધંધા સંબંધિત યોજનાઓઆગળ વધશે. પૈસા લેવડ-દેવડના કામ આજે ના કરો. આવકનાં સ્ત્રોત વધશે સાથે ખર્ચ પણ વધશે.
કન્યા રાશિફળ (Virgo Horoscope)
ગ્રહનું ગોચર અનુકૂળ બની રહ્યું છે. આજના દિવસે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ સારું કામ પૂરું થવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. સહકર્મીઓ અને કર્મચારીઓ વચ્ચે અમુક પ્રકારના મતભેદો હોઈ શકે છે. જેની અસર ધંધાકીય વ્યવસ્થા પર પણ પડશે.
તુલા રાશિફળ (Libra Horoscope)
નોકરી કરતા લોકોએ તેમની ફાઈલો અને દસ્તાવેજો કાળજીપૂર્વક રાખવા જોઈએ.પારિવારિક અને વ્યવસાયિક સમસ્યાઓને દૂર કરવા માટે તમારું વિશેષ યોગદાન રહેશે. મિલ્કત સંબંધિત કોઈ અટકેલું કામ આજે પૂરું થઇ શકે છે.વિરોધીઓની ગતિવિધિઓને નજર અંદાજ ના કરો. આજનાં દિવસે સમજદારીથી સમસ્યાનું સમાધાન કરી શકો છો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio Horoscope)
બાળકોથી સંબંધિત કોઈ શુભ સારા સમાચાર મળવાની ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશો. આ સાથે રાજનૈતિક સંબંધો મજબૂત થશે. વ્યવસાયિક યાત્રા સંબંધિત કોઈ યોજના બનશે જે લાભદાયીક સાબિત થશે. નોકરીમાં કોઈ કારણે પ્રમોશન ના થવાની સ્થિતિ બની શકે છે.
ધન રાશિફળ (Sagittarius Horoscope)
નજીકના મિત્રો અથવા સંબંધીઓના ઘરે મહેમાન તરીકે જવાની તક મળશે. આ મીટિંગ તમને રોજિંદા તણાવપૂર્ણ વાતાવરણમાંથી રાહત આપશે. તમારા વિચારો અને નિર્ણયોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. ધંધા અને નોકર સંબંધિત નિર્ણય તમે જાતે જ લો. કોની ભૂલની સજા તમારે ભોગવવી પડે છે.
મકર રાશિફળ (Capricorn Horoscope)
આજનાં દિવસે કોઇ સારા સમાચાર મળવાથી તણાવમાંથી મુક્તિ મળશે. આજનાં દિવસે જે કામ નક્કી કરશો તે પૂરું કરશો. તેથી મહત્વપૂર્ણ કામને પ્રાથમિકતા આપો. ધર્મ-કર્મ તથા સમાજ સેવા સંબંધિત કામમાં રસ વધશે. કાર્ય સ્થળ પર કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને નજર અંદાજ ના કરો. રોકાણ સંબંધીત કોઈ નિર્ણય લેતા પહેલાં તેના પર વિચાર અચૂક કરો.
કુંભ રાશિફળ (Aquarius Horoscope)
થાક અને વ્યસ્ત દિનચર્યાથી રાહત મેળવવા માટે થોડો સમય તમારા મનપસંદ કામમાં સમય પસાર કરો. ઘરમાં મહેમાનોની ચહલ-પહલ રહેશે.પારિવારિક વ્યસ્તતા વચ્ચે ધંધામાં વધુ ધ્યાન નહીં આપી શકો. નોકરી કરતા લોકોએ કામમાં વધુ ધ્યાન આપવું પડશે.
મીન રાશિફળ (Pisces Horoscope)
આજનો દિવસ સારો રહેશે. ભવિષ્ય સંબંધિત કોઈ યોજનાઓ પર ચર્ચા થશે. રોકાયેલા પૈસા પરત આવવાથી થોડી રાહત મળશે આજનાં દિવસે વધુ પડતા કામ સમયસર પૂર્ણ થશે. લાભદાયક યોજનાઓ પર વિચાર કરો. કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરો છો તો ફાયદો થશે.