રાજનો હકમ લઈને આવ્યો છું, આવતી કાલે સાંજ પે’લાં નેસડો ઉપાડી લેજો ને માલઢોર લઈને સવિયાણાની હદ છોડી દેજો
ઝૂરતા મન!
ડેલીએ પાંચસાત ગાશો જ બેઠા હતા. વેલડુ ને માણકી બેય અંદર દાખલ થયા . ડેલીએ બેઠેલાઓએ નાગવાળાને રામ રામ કર્યા…પણ નાગવાલાએ જાણે કશુ સાંભળ્યું જ નહોતું પોતે કેવી રીતે ને કયાં આવ્યો છે તે પણ તેના મનમાં હતુ નહીં… વેલડુ ને માણકી અંદરનાં ભાગ તરફ ગયા.
આલણદેવેલડામાંથી બહાર નીકળી. નાગવાળો માણકી પરથી નીચે ઉતર્યો આલણદેએ ત્યાં ઉભેલી એક બાનડીને કહ્યું
છેલ્લો ઓરડો વળાવીચોળાને સાફ કર .. ત્યાં એક ઢોલિયો મુકાવજે ઝટ જા.. ત્યાર પછી નાગવાળાનો હાથ પકડીને આલણદે ઓરડો ગઈ.
વિચારમગ્ન નાગવાળો ઢોલિયે બેસી ગયો . આલણદેએ મજૂસમાંથી એક કટાર કાઢો અને ધણીના ખોળામાં મૂકો . ત્યારે પછી ઓરડાનું કમાડ બંધ કરીને નાગવાળા સામે ઊભી રહી અને બોલી દરબાર , તમારી આબરૂ હાર્યે જ મારી આબરૂ પડી છે … મે વાતનો ફંફેરો નથી કર્યો . મારી બાનડીને પણ મેં કઈ કીધું નથી . સોનાનો તોડો મેળવનાર વીરની આબરૂ સાચવવા ખાતર મારે આટલું પરવું પડયું છે … હવે તમારે બેમાંથી એક વાત પસંદ કરવાની છે . કાં તો હું કહું ઈ ઓરડમાં આઠ દી રીયો કાં મેં તમારા ખોળામાં કાર મૂકી છે ઈ મારા પેટમાં હુલાવી દો.
ભરનિદ્રામાંથી જાગ્યો હોય તેમ નાગે કહ્યું : ” આ કટારને શું કરું ?
‘છો મહિના પછી હું મા બનનારી છું એટલે મારા હાથે કંઈ કરી શકતી નથી … હું કહું ઈ ઓરડામાં આઠ દી નો રે’ેવું હોય તો મને મારી નાખો … હું ઉનડ ગીડાની દીકરી છું… હળવી ચીસ પણ નઈ પાડું…’
‘આલણ , રોષ અને વહેમથી તું પાગલ બની ગઈ છો… હું તને એક વાત કહું … આખી ઘટના કેમ બની તે સમજાવું….
‘ઈ બધું હું સાંભળીશ ને સમજીસ, પણ આઠ દી પછી.’
‘જેવી તારી મરજી …’
‘તો શું પસંદ કરો છો ?’
‘ તું કે ઈ ઓરડામાં પડયો રઈશ .. પણ મારી એક વાત બરાબર લક્ષમાં રાખજે … સમજ્યા જાણ્યા પહેલાં નાગમને અન્યાય કરીશ નઈ … જે તારો રોષ એના ઉપર ઉતારીશ તો તું તારા ધણીને જીવતો નહિ જોઈ શકે .’
‘ હું નાગમને કોઈ ઈજા નહિ કરું , કે એને મારવા કોઈ મારા પણ નહિ મોકલું , હું જે કાંઈ કરીશ તે તમારા જ હિતનું કરીશ … ધમ્મરવાળાની આબરૂને શોભે એવું કરીશ , તમે બીજી કોઈ શંકા લાગશો મા . આલણદેએ કહ્યું .
‘ભલે … તો મને માઢમેડીએ રાખ….’
જેમાં તમારો રાજીપો … કહીને આલણદેએ ધણીના ખોળમાંથી કટાર લઈ લીધી અને તે ઓરડા બહાર નીકળી ગઈ .
નાગવાળો વિચારમગ્ન બની ગયો . એના હૃદય સામે એક પ્રશ્ર્ન ઊભો થયો હતો મેં કોઈ અકારજ કર્યું નથી . કોઈ અન્યાય કર્યો નથી , છતાં આમ શા માટે બન્યું ? આલણદેના કોઈ હિતને વાંધો આવવા દીધો નથી..બે કે વધારે પત્ની કરનાર કોઈ દુષ્ટ ગણાતા નથી … રજવાડામાં તો ઘણું ઘણું હોય છે … એકથી વધારે પત્ની , રખાત … મેં તો એવું સ્વપ્નેય વિચાર્યું નથી … નાગમદે અનાયાસે મળી ગઈ … જેમ કોઈ જુગજુગથી વિખૂટાં પડેલાં બે માનવી અકસ્માત મળી જાય તેમ , અને નાગમદેના મનમાં પણ કોઈ દુર્ભાવ નથી . કોઈ લાલસા નથી …. એણે મારા સિવાય કોઈને સ્વીકારવાનો વિચાર પણ કર્યો નથી … અને મને પણ પૂરેપૂરા ત્યાગ સાથે સ્વીકાર્યો છે … નથી એને રાજરાણી થવાની લાલસા , કે નથી એને દેહસુખની કોઈ ઝંખના … આટલું બધું કોણ છોડી શકે ? આલણદેને તો કાંઈ છોડવાનું નથી … અરેરે..લોક બિચારાં જ છે … સાવ બિચારાં જ છે … !
એકાદ ઘડી પછી આલણદે પાછી આવી અને બોલી : ‘હાલો માઢમેડીએ .’
‘ માઢ મેડીએ જવાના બે રસ્તા હતા : એક અગાશી પર થઈને ,
બારોબાર જતો હતો … બીજો , ડેલીની આ બાજુ કચેરી પાસેથી હતો.
આલણદે અગાશીવાળા રસ્તેથી નાગવાળો માઢમેડીઐ લઈ ગઈ.
માઢમેડીએ એક ઢોલિયો ઢાળી રાખ્યો હતો. માથે સરસ ગાદલું બિછાવ્યું હતું . એક ખૂણામાં પાણીનું ઠામ હતું . એક લોટો ને બે પવાલાં મૂક્યાં હતાં .
ઢોલિયા સામે તકિયા ગોઠવીને ગાદલું પાથર્યું હતું . માઢ મેડીના બે ઝરૂખા હતા … એક બહાર રસ્તા પર પડતો . બીજો , ગઢના ચોગાન તરફ પડતો . રસ્તા પર પડતા ઝરૂખાની જમણી બાજુ ચારપાંચ હાટડીઓ હતી . પછી એક બજાર વળતી હતી.
નાગવાળો ગંભીર વદને ઢોલિયા પર બેસી ગયો . આલણદેએ કહ્યું તમે નિરાંતે બેસો , હું રોંઢો લઈને આવું છું .
” મને જરાય રુચિ નથી . અને તારે શું કામ ધોડા કરવા જોઈ ?
‘ રુચિ કેમ નથી ? નાગમ હાર્યે રોંઢો નોં થીયો એટલે ભૂખ મરી ગઈ હશે , કાં ? દરબાર , આ તમને શોભે નહિ…’
નાગવાળાએ કાંઈ જવાબ ન આપ્યો . શું કહેવું ? કહીશ તો એને ગળે ઊતરશે નહિ અને એનો રોષ મારે પીવો પડશે !
આલણદે ચાલી ગઈ … જતી વખતે બહારથી બારણે સાંકળ ચડાવતી ગઈ … સાંકળનો અવાજ સાંભળીને નાગવાળો આટલી ચિંતા વચ્ચે પણ હસી પડ્યો .
થોડી વાર પછી આલણદે એક થાળમાં રોટલો , દાળ , શાક , સુખડી વગેરે વઈને આવી અને એક ખૂણામાં પડેલો બાજઠ ગાદી પાસે ગોઠવીને તે પર થાળ મૂકતાં બોલી : લ્યો , જેટલું ભાવે એટલું ખાઈ લ્યો.’
નાગવાળાએ આલણદે સામે જોઈને કહ્યું : ‘આલણ , તને બીક લાગે છે કે હું ચાલ્યો જઈશ.’
‘બાયડીનું મન છે ને ? ’
‘ આલણ , હું નહિ જાઉં … એટલો વિશ્વાસ રાખતાં તો શીખ ! ..છથા તારે મને નજરબંધ રાખવો હોય તોયે મારી ના નથી . પણ જ્યારે મારી વાત સાંભળીશ ત્યારે તને તારા કાર્યનો પસ્તાવો થાશે.
‘આજ દી સુધી મેં વિશ્ર્વાસ રાખ્યો છે. આજ પણ રાખીશ તમે ભાગી જાશો એટલા માટે હું સાંકળ નથી વાસતી કારણ કે તમે બળુકા છો ઈ હું જાણુ છું એક લાત મારો તો ભીત પડી જાય…આ ઝરૂખેથી કુદકો મારો તોય ભાગી શકો.પણ તમારી પાસે બહારના કોઈ આવે નઈ ને તમે નિરાંતે મનને હળવું કરી શકો એટલા માટે કમાડ બંધ કરતી જાઉ છું… પણ હવે નઈ કરૂ. ભલા થઈને રોંઢો કરી લ્યો….’
‘આલણ મારી ભૂખ મરી ગઈ છે. મને આગ્રહ કર્યેમા ભૂખ લાગશે તો હું ખાઈ લઈશ. તું ઢાંકીને જા…’
‘ આલણએ થાળ ઉઠાવી લીધો ને કહ્યું : ’ ત્યાં સુધી તો આ ઠરીને ઠીકરૂ થઈ જાય .. તમે મને કે’જો એટલે લઈ આવીશ , તમારી પાસે મારા સિવાય કોઈ આવશેે નઈ… જે કામ હોય ઈ મને કે જો.
‘ભલે ” કહી નાગવાળો ઢોલિયા પર આડે પડખે થયો.
આલાકે ખાલી કમાડ અટકાવીને ચાલી ગઈ .
નીચેના ઓરડે આવ્યા પછી તેણે મીઠીને કહ્યું : કચેરીમાંથી કામદારને લાવ .
” જી , કહી મીઠી ચાલી ગઈ .
થોડી જ વારમાં કપૂરચંદ કામદારને લઈને મીઠી ઓરડે આવી કામદારે બા , નારાયણ … ” કહીને ઓરડામાં પગ મૂક્યો .
આલણદેએ કહ્યું : આવો કામદાર , આ ચાકળે બેસો .
કામદાર ચાકળે બેઠા ,
આલણદેએ કહ્યું : અત્યારે ને અત્યારે એક કામ કરવાનું છે … તમે ખાયરોના નેસડે એક પસાયતાને મોકલો ને કહેવરાવો કે કાલની સાંજ સુધીમાં પોતાના ઢોર માલ સાથે સવિયાણાની હદમાંથી ચાલતા થાય .
પણ બા
હું જે કહું છું ઈ સમજીને કહું છું … તમારા દરબારને આ ગામમાં રહેવા દેવા હોય તો આ કામ 52 થમ કરો .
‘ પણ છે શું ? ’
કામદાર કાકા , તમે તો બાપની જગ્યાએ છો … છતાંય હમણાં હું કાંઈ કહીશ નહીં … દરબારનું મન થાળે પડ મને બધું ય કહીશ . ’
‘ ભલે … પણ આપણે આશરો આપ્યો છે . ને આ રીતે .. ’
‘ ઘણાં કામ ક્રમને પણ કરવાં પડે છે . બીજું શું થાય ? રાજનું ને આબરૂનું રખોપું ઈ સૌથી મોટી વાત છે . હવે તમે તરત પસાયતાને રવાના કરો…’
કામદાર વિદાય થયો . કચેરીએ આવીને તેણે પસાયતાને દરબારી આજ્ઞા સમજાવીને આયરોના નેસ તરફ રવાના કર્યો .
સૂર્યાસ્તને થોડીક વાર હતી એટલે કામદાર પણ દી આથમ્યા પહેલાં વાળુ ક2વા વિદાય થયો .
દરબારગઢના માણસો કાંઈ સમજી શકતા નહોતા . અને અંદરોઅંદર કાંક બની ગયું છે એ અંગે પૂછપરછ કરવા માંડ્યા . સવલો તો સાવ ટાઢોબોળ થઈ મોઢું સીવીને જ બેસી ગયો હતો . બા પાસે કે બાપુ પાસે જવાની એનામાં હિંમત જ નહોતી રહી .
પસાયતો એક ઘોડી લઈને નીકળી ગયો હતો . તે જ્યારે નેસડે પહોંચ્યો ત્યારે આરતીટાણું ક્યારનું પૂરું થઈ ગયું હતું . નેસડામાં ભેંસ દો’વાની હતી . નાનાં નાનાં કોડિયાં બળતાં હતાં … દરેક ઘરમાં ચૂલા સળગતા હતા . અને રોટલા ટીપવાના મીઠા અવાજ આવતા હતા . પસાયતાએ ઘોડી પર બેઠાં બેઠાં જ બૂમ મારી . અરે , કાનસુર ભગત છે કે?’
‘ કોણ ?’ એક આયરે ખાટલા પરથી અવાજ કર્યો અને કહ્યું : અંદર આવો … કૂતરા કરડે એવા નથી .
” પસાયતો અંદર ગયો અને ઘોડી પરથી નીચે ઊતરતાં બોલ્યો : આ રીયો . શું કામ છે , ભાઈ ?
રાજનો હકમ લઈને આવ્યો છું . આવતી કાલે સાંજ પે’લાં નેસડો ઉપાડી લેજો ને માલઢોર લઈને સવિયાણાની હદ છોડી દેજો .
ભાઈ , મગસરી તો નથી કરતો ને ?
ભગત , આવી તે કાંઈ મગસરી હોય ?
‘ પણ અમારો કાંઈ વાંક – ગનો ? ’
‘ ઈ હું કાંઈ નોં જાણું .. હું તો ચિઠ્ઠીનો ચાકર છું … દરબારી હકમ તમને સંભળાવી દીધો.’ પસાયતાએ કહ્યું .
ત્યાં તો લાખુ , રાજલ વગેરે સ્ત્રીઓ બહાર નીકળી. નાગમટે
પાછળના વાડામાં ભેંસુ દોતી હતી તે પણ દૂધનાં બોઘરણાં સાથે આ તરફ આવી હતી.
કાનસુર ભગતે કહ્યું આ હકમ કોણ , દરબારે કર્યા છે ?’
‘દરબાર સિવાય બીજું કુણ હકમ કરે ?
નાગમદેએ નજીક આવીને કહ્યું : ‘શેનો હકમ , બાપુ ?’
‘દરબારી હકમ ! કાલ સાંજ પહેલાં હદ છોડીને ચાલ્યાં જવું . આવતી કાલે અમાસ છે … હવે માથે ચોમાસું પણ આવશે . . .વળી , જાવું કઈ તરફ ? કાનસુર ભગત ગંભીર બનીને બોલ્યા.
પસાયતાએ કહ્યું : ‘ ‘ ભગત , રાજનો હકમ તો કોઈ ઉપાયે ટળે એવો નથી પણ તમને એક મારગ બતાવું …
‘બોલને , ભાઈ … ! ’
આ સરિધારને ઓલ્યે છેવાડે બીજાની હદ છે … સરિધાર વટો એટલી જ વાર..ને પેલી કોર ચરિયાણ પણ બો’ળું છે …’
‘ પછી તો ગર શરૂ થાય છે ને હદ દરબાર કાનાભાઈની છે … પણ કોઈ બોલે એવું નથી..નધણિયાતા જેવું જ છે … ત્યાં નેસડો નાખી શકશો . વળી , ત્રણ ચાર ગાઉ છેટે ગામડું છે .. ચંદરવું . ત્યાં દરબાર રીયે છે ને તમને ખાણ કપાસિયા પણ મળશે . ને ઘીના બે વેપારી છે તે તમારું પણ રાખી લેશે.’
નાગમદેએ પોતાના પિતા સામે જોઈને કહ્યું : બાપુ , દરબારના હકમને માથે ચડાવી લ્યો …’
‘ ઈ કરતાં કાલ સવારે દરબારને મળવા જાઈ તો ? ’ એક આયરે પ્રશ્ર્ન કર્યો.
‘ એમાં કાંઈ વળશે નહિ … દરબાર કોઈને મળશે નહિ … બા એમને લઈને ઓરડે ગીયાં છે …’ પસાયતે કહ્યું.
નાગમદેએ કહ્યું : બાપુ , હવે તો પાંચપંદર દી કાઢવાના … વરસાદ શરૂ થાય એટલે આપણે હાલતાં થાશું … ત્યાર પછી પસાયતા સામે જોઈને કહ્યું : ભાઈ , તારા દરબારના હકમ પરમાણે જ થાશે … અમે અમારો મારગ ગોતી લેશું … તારા દરબારને કેેજે . પસાયતો રામરામ કરીને પાછો વળ્યો.
બધા આયરો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. એક આયરે કહ્યું: ‘પણ ઘીના ઠામ પડયા છે. કાલના ઉતારનું પણ ઘી થાશે નેવાણિયાનો હિસાબ કરવાનો છે.
નાગમદેએ કહ્યું : ‘તમતમારે સવારે જ ધાર પાછળ હાલતા થઈ જાજો . અમે ઘી ને હિસાબનું પતાવીને આવીશું.
એમ જ નક્કી થયું.
ઊંચા મને સહુ ઉંચાળો બાંધવા માંડશા.
લાખુએ નાગમદેને એક કોર બોલાવીને કહ્યું , ‘નાગમ, તને દરબાર પર કોઈ વેમ આવ્યો ? ’
‘ના લાખુ , આવો હકમ મારો નાગ નોં કરે … આણંદેએ જ લાગે છે … ’
‘તો પછી દરબાર પાસે એક વાર જાઈ તો ? ’
‘ મારું મન કીયે છે કે નાગને આલણદેએ પોતાના સકંજામાં રાખ્યો છે … અને કદાચ મળીને વાતું કરશું તો બેય માણહ વચ્ચે તણખો મુકાશે . આપણે શું કામ આલણના જીવતરમાં આડે આવવું જોઈએ ? ’ નાગમદેએ સ્વસ્થ સ્વરે કહ્યું .
‘આપણા ગીયા પછી નાગવાળો આવશે તો ?’
લાખુ , આ તો પ્રેમનો મારગ છે … પ્રેમના મારગે મખમલ નો બિછાવ્યાં હોય … ત્યાં તો કાંટા જ પડ્યા હોય .. અને કાંટાને કચડી નાખે એવા જેના પગ હોય ઈ જ પ્રેમના મારગે હાલી શકે … મારો નાગ એવા જ પગવાળો છે … દ:ખને પીનારાઓ કોઈને દ:ખ નથી દેતા , હોં ! ’
લાખુ શ્રદ્ધાભરી નજરે નાગમદે સામે જોઈ રહી .
છેક અડધી રાતે બધાં લાંબો વાંસો કરવા પથારીએ પડ્યાં . પણ નાગમર્દની આંખમાં નીંદર ક્યાંથી આવે ? એને તો …
હસતાં દંત ગીર પડે,
રોઉં તો કજરા જાય,
મનકો મનમેં ઝૂરનો,
જ્યું ધન લકડી ખાય.
અને આ તો પ્રેમનો માર્ગ હતો …
જીયાતે મ2ીવો ભલો,
એઈ કરિવો કામ,
નત ઊઠી મન ઝૂરવો
બિન ખાંડે સંગ્રામ …
આ તો મનની મન સાથે લડાઈ હતી . મન સામે લડનારને નીંદર ક્યાંથી આવે ?
અને માઢમેડીએ પડેલો નાગવાળો પણ જાગતો જ બેઠો હતો … નીંદર એનાથી સો ગાઉ દૂર ભાગી ગઈ હતી.
આઠ પહર ચોસઠ ઘડી,
જો સોવે સો ઓર,
નેનનમે પ્યારી બસે,
કહાં નિંદકું ઠોર,
અને નાગવાળાના હૈયામાં તો
સંભારતા શરણાં વહે,
દાટ્યાં ન રહે દુ:ખ
ભાલાળાં સજણાં ભાળીયે
તો થાય શરીરે સુખ
ઉરમાં લાગી લાય,
ઘડી પળની ટાઢક નઈં;
નાગમદે વણ જાય,
જીવડો કાયા ગઢ મૂકી
જીવ ઢંઢોળે ઝૂંપડાં
જી’ને જોખમ થાય;
ખોરડ ખાવા ધાય,
મનમાં પ્રિતળુ નાગમદે
અને નાગવાળાના હૃદયમાં, મનમાં, ને નયનમાં બીજું કાંઈ નહોતું…કેવળ પ્રિતાળુની છશયા રમતી હતી.
તનમન નયનમાં વળી,
જણ જણ જડ માંય,
અંતર એક જ દેખતું,
પ્રિતાળુની છાંય…
નેસમાં નાગમદે જગતી હતી … માઢમેડીએ નાગવાળો જાગતો હતો ને ઓરડે આલણદે જાગતી હતી. આલણદેના મનમાં એક જ વાત ઘોળાતી હતી કે મારો ધણી પરનારીના મોહમાં પડી ગયો છે … આયરો આંમાંથી પરા થશે એટલે એનું મન હળવું પડશે ને વાત થાળે પડી જાશે … પણ એને એ કલ્પનાયે નો’તી કે નાગ અને નાગમદે વચ્ચે પ્રેમનો મારગ રચાઈ ગયો છે …. એ મારગ કોઈથી ભૂંસી શકાય એવો રહ્યો નથી.