મામલતદાર પોલીસ કલેક્ટર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઇ અનેક પ્રકારની ચર્ચાઓ
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનું યથાવત છે. સાયલા તાલુકામાં પણ એક ગોળો પડ્યો હતો. રાજ્યમાં ચાર દિવસથી આકાશમાંથી ગોળા વરસવાનું યથાવત રહેતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે.
રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી આવકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનો સિલસિલો ચાલુ છે. આણંદ અને ખેડા બાદ સુરેન્દ્રનગરના સાયલામાં અવકાશમાંથી ગોળા વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહુલ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાની વાડીમાં ઉપર આભમાંથી ભેદી ગોળા વરસતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા એમની વાડીએ દોડી ગયા હતા. ત્યારબાદ દેવગઢના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયા દ્વારા આ ઘટના અંગે સરપંચને જાણ કરી લાગતા વળગતા સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.
ત્યારે હાલમાં તાત્કાલિક અસરે સરકારી ટીમો ખેતરમાં પહોંચી છે સુરેશભાઈ સાકરીયા ની વાડીમાં રહસ્યમય ઘોડો મળી આવતાં સરપંચ સહિત પોલીસને જાણ કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક અસરે સાયલા પોલીસ મામલતદાર કલેકટર સહિત ની ટીમો હાલમાં સાયલા તાલુકાના દેવગઢ ગામની સીમમાં પહોંચવા રવાના થઇ ગયા છે અને હાલમાં અનેક પ્રકારની તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે અવકાશી ગોરો પડવાની ઘટનાથી ગામમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે અને સુરેન્દ્રનગરમાં પણ તેનું ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આ ઘટના આણંદ અને ખેડામાં પણ બની છે એવું પણ જાણવામાં આવ્યું છે. તપાસ હાથ ધરવામાં આવી છે.