બે વખતની વિશ્વ કપની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા નો ભાગ હતો સાઈમંડસ , અનેક વિવાદોમાં સપડાયો હતો
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને બે વખત બનેલી વિશ્વકપ વિજેતા ટીમનો ખેલાડી એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ દુનિયાને અલવિદા કરી દીધી છે તેનું કારણ અકસ્માતમાં આકસ્મિક મોત થયું હતું જે સમાચાર આવતાની સાથે જ ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો હતો.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ માં સાઈમન્ડનું મહત્વ ખૂબ જ અનેરૂં હતું અને તેની સામે વિપક્ષી ટીમો ધૂળ ચાટતી થતી હતી. કુછ નહી સાયમન્ડ્સ અનેક વિવાદોમાં પણ ઘેરાયેલો રહ્યો હતો અને તેને હરભજન સિંઘની સાથે પણ અનેક વિવાદો થયા હતા.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ક્વીન્સલેન્ડમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ક્વીન્સલેન્ડ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત એલિસ રિવર બ્રિજ પર થયો હતો, જ્યારે સ્વર્ગસ્થ ઓલરાઉન્ડરનું વાહન પલટી ગયું હતું.
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે આ ત્રીજી મોટી ખોટ છે.સાયમન્ડ્સ તેની આલ્કોહોલની લતને કારણે સમાચારમાં હતો અને આ અને અનુશાસનને કારણે તેની કારકિર્દીને ઘણું નુકસાન થયું હતું. આ બે બાબતો એવી હતી જેના કારણે સાયમન્ડ્સને ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. તેની સામે એવા આરોપો હતા કે સાયમન્ડ્સે દારૂ પીવા સંબંધિત નિયમો તોડ્યા હતા