- ઝડપી ન્યાય માટે બાર અને બેન્ચને જોડતી કડી એટલે સરકારી વકીલ
- રાજકોટ ડીજીપી અને એપીપી દ્વારા થતા ટીમ વર્કથી થતા કામનો પુરો સંતોષ
રાજકોટ જિલ્લા સરકારી વકીલ અને એપીપી દ્વારા પિડીત, ભોગબનાર અને ફરિયાદ પક્ષને ન્યાય મળી રહે તે માટે સતત કાર્યસીલ રહેતા હોય છે. ત્યારે 2017થી રાજકોટ જિલ્લા સરકારી વકીલનો કાર્યભાળ સંભાળતા એસ.કે.વોરાએ અત્યાર સુધીમાં વિવિધ ગુનાના કેસની સુનાવણીમાં સરકાર પક્ષે ધારદાર દલિલો કરી 50થી વધુ કેસમાં આરોપીઓને સજા અપાવી છે. જેમાં માસુમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસના આરોપીને ફાંસીની સજા અપાવવામાં સફળ રહ્યા હોવાનું નઅબતકથ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ડીજીપી અને તેમની એપીપીની ટીમ દ્વારા માહિતી આપી નઅબતકથના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે કાયદાકીય વિસ્તૃત ચર્ચા કરી હતી.
લોકોને ઝડપી ન્યાય મળી રહે તે માટે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં સાહેદોની જુબાની, દસ્તાવેજી પુરાવા અને તપાસનીશ દ્વારા કરાયેલી કાર્યવાહીને કાયદાકીય રીતે કંઇ રીતે બંધ બેસે છે અને કાયદાની પરિભાષા અનુરૂપ પોલીસ દ્વારા કરાયેલા તપાસના અંતે ચાર્જશીટ તૈયાર થયા બાદ સરકારી વકીલની ભૂમિકા હાલના સંજોગોમાં આવે છે તેના બદલે પોલીસ તપાસ દરમિયાન જ પોલીસ દ્વારા સરકારી વકીલની જરૂરી મદદ લે તો પોલીસનો સમય બચી શકે અને અરજદારને ઝડપથી ન્યાય મળી રહે છે.
હાલના ડીઝીટલ યુગમાં પોલીસ દ્વારા આરોપીનું નિવેદન લેવામાં આવે ત્યારે આરોપી દ્વારા પોલીસ સમક્ષ ક્ધફેકશન કરવામાં તેનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવે તો આરોપી કે જુબાની આપનાર સાહેદ અદાલતમાં હોસ્ટાઇલ થવાની સંભવના ઘટી જાય અને આરોપીને ગુના અનુરૂપ સજા થઇ શકે તેમ હોવાનું ડીજીપી એસ.કે.વોરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંત.
ગુનેગારને સમાજમાંથી દુર કરી જેલ હવાલે કરવામાં આવે તો ગંભીર પ્રકારના ગુના બનતા અટકી શકે અને આ માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જેલના નવા બિલ્ડીંગ બનાવવા જરૂરી હોવાનું કહી ડીજીપી એસ.કે.વોરાએ નવા મંદિર અને હોસ્પિટલ બને છે તેમ જેલનું નવુ બિલ્ડીંગ પણ બનવું જરૂરી હોવાનું જણાવ્યું છે. વાંરવાર ગુના કરવાની ટેવ ધરાવતા શખ્સો સમાજ માટે માથાનો દુ:ખાવો બનતા હોવાથી તેઓને જેલમાં રાખવા જરૂરી હોય છે.
પરંતુ જેલમાં કેદીને રાખવાની ક્ષમતા ઓછી હોવાના કારણે પણ જેલનું ભારણ ઘટાડવા કેદીઓ જામીન મુકત થતા હોય છે. અને સાત વર્ષથી ઓછી સજા હોય તેઓને લાંબો સમય જેલમાં ન રાખવાની સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ સાત વર્ષથી વધુ સજાની જોગવાયના ગુનાના આરોપીઓને લાંબો સમય જેલમાં રાખવા જરૂરી હોવાનું સરકાર પક્ષના એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું છે.વકીલાત જ એક એવો વ્યવસાય છે કે, ધારાશાસ્ત્રીની ડીગ્રી અને બાર કાઉન્સલ દ્વારા સનત મળતાની સાથે જ યુવા એડવોકેટ પોતાની પ્રકેટીશ કરી શકે છે.
જ્યારે ડોકટર કે એન્જિનીયરના વ્યવાય ડીગ્રી મળતાની સાથે શરૂ કરી શકાતો નથી. 50 જેટલા કેસમાં આરોપીઓને સજા કરાવવાની અનેરી સિધ્ધી ધરાવતા ડીજીપી એસ.કે.વોરા, એપીપી મુકેશભાઇ પીપળીયા, અનિલભાઇ ગોગીયા, તરૂણભાઇ માથુર અને ભાજપ લીગલ સેલના હિતેશભાઇ દવે નઅબતકથ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે એસ.કે.વોરા દ્વારા માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપીને કરાવેલી ફાંસીની સજા અપાવી પિડીત પરિવારને ન્યાય અપાવ્યાનો સંતોષ હોવાનું જણાવ્યું છે.
પૈસા કરતા સરકાર વતી કામ કરવાનું ગૌરવ: એસ.કે.વોરા
કાયદાના તજજ્ઞ ગણાતા સિનિયર ધારાશાસ્ત્રીઓ દ્વારા ખાનગી પ્રેકટીશ દ્વારા સરકારી વકીલ કરતા અનેક ગણી કમાણી કરતા હોય છે તેવા ડીજીપી અને એપીપીને કરાયેલા પ્રશ્ર્નના પ્રત્યુતરમાં ડીજીપી એસ.કે.વોરાએ કહ્યું હતુ કે, પૈસા કમાવવા કરતા સરકાર વતી કામ કરવાનું ગૌરવની સાથે લોકોને ન્યાય અપાવ્યાનો સંતોષ મળે છે. અને આરોપીએ કરેલા ગુનાની સજા મળે છે.