બાંગ્લાદેશે રોહિગ્યા શરણાર્થીઓને મોબાઇલ ફોન કનેક્શન ન વેચવા ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. રોહિગ્યા શરણાર્થીઓ ઉપર મોબાઇલ ફોન પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નવેસરના નિયંત્રણો માટે સુરક્ષા કારણોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ચાર મોબાઇલ ફોન કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, રોહિગ્યા શરણાર્થીઓને ફોન આપવાની સ્થિતિમાં જંગી દંડ કરવામાં આવશે. બાંગ્લાદેશમાં ૪૩૦૦૦૦ શરણાર્થીઓ પહોંચી ગયા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, થોડાક સમય સુધી રોહિગ્યા લોકો સિમ કાર્ડની પણ ખરીદી કરી શકશે નહીં. ટેલિકોમ મંત્રાલયમાં રહેલા એક અધિકારીનું કહેવું છે કે, મુસ્લિમ લઘુમતિઓ ઉપર દૂર સંચાર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશે પહેલાથી જ તેના પોતાના નાગરિકો જે એવા છે જે સત્તાવાર ઓળખ ધરાવતા નથી તેમને પણ સિમ કાર્ડ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશમાં ત્રાસવાદીઓ રોહિગ્યા શરણાર્થીઓની મદદ લઇ શકે છે તેવી દહેશત રહેલી છે. મોટી સંખ્યામાં રોહિગ્યા શરણાર્થીઓ મ્યાનમારથી બાંગ્લાદેશમાં પહોંચ્યા છે. નામ જાહેર નહીં કરવાની શરતે બાંગ્લાદેશ સરકારના મંત્રીઓએ કહ્યું છે કે, એક વખતે બાયોમેટ્રિક ઓળખ પત્રો જારી કરી દેવામાં આવ્યા બાદ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવશે. નવા નિયંત્રણો સાનુકુળ સ્થિતિ સર્જવાના હેતુસર લાગૂ કરવામાં આવ્યા છે. હાલમાં ૫૧૦૦ ચેક પોઇન્ટ ખાતે ઘણાલોકોને રોકી દેવામાં આવ્યા છે. આ લોકોને તેમના સંબંધિત રાહત કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. રોહિગ્યા શરણાર્થીઓનો મુદ્દો ભારતમાં પણ હાલ ચર્ચા હેઠળ છે અને આનો વિરોધ થઇ રહ્યો છે.
Trending
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર