કિર્તીદાન ગઢવી અને ધીરૂભાઇ સરવૈયા દ્વારા ડાયરાની રમઝટ બોલશે
જસદણના આટકોટ ગામે શનિવારે એક લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના મહાન ગાયકો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આ ડાયરામાં દરેક સંગીત રસિકોને જાહેર નિમંત્રણ જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ આપેલ છે.
તેમણે જણાવ્યું હતું કે જસદણ વીંછિયા પંથક સહિત સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આશીર્વાદરૂપ એવી પટેલ સેવા સમાજ સંચાલિત માતા કાશીબા દામજીભાઈ પરવાડીયા હોસ્પિટલનું નિર્માણ નહી નફો અને નહી નુકસાનના ધોરણે થઈ રહ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આગામી તા.29 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટકોટ આવી રહ્યાં છે ત્યારે તે પૂર્વે કાલે તા.14 મે શનિવારના રોજ રાત્રિના આઠ કલાકે આટકોટ ખાતે પ્રથમ આ હોસ્પિટલમાં જે દાનવીરોએ દાન આપ્યું છે ત્યારબાદ રાતભર કીર્તિદાન ગઢવી, અને ધીરુભાઈ સરવૈયા દ્વારા ડાયરાની રમજટ બોલશે. અંતમાં વિજયભાઈએ કે ડી પરવાડીયા હોસ્પિટલના તમામ ટ્રસ્ટી મંડળ અને સેવાભાવીઓ થકી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
ડો.પંકજ કોટડીયા, ડો.ભરત બોઘરાનું સન્માન કરવા માંગ
જસદણ વિંછીયા પંથકમાં ગત વર્ષે કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો હતો એવા કપરા સમયમાં જસદણમાં સેવાભાવી ડો.ભરતભાઇ બોઘરા અને ડો.પંકજભાઇ કોટડીયાએ આરંભેલા અનોખા સેવાયજ્ઞમાં હજ્જારોની સંખ્યામાં કોરોનાગ્રસ્તોની સેવા કરનારા ડો.ભરતભાઇ બોઘરા અને જસદણના કોટડીયા હાઉસમાં ધીકતી પ્રેક્ટિસ કરતા માનવતાવાદી ડો.પંકજભાઇ કોટડીયાનું સન્માન દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવે એવી માંગ સામાજિક યુવા કાર્યકર હરિભાઇ વેલજીભાઇ હીરપરા (મો. 9723499211)એ કરી છે.