રંગીલા રાજકોટમાં ક્રાઈમ વધી રહ્યો છે. છારા ગેંગ દ્વારા શહેરના યાજ્ઞીક રોડ પર એક વેપારીને છરીના ઘા માર્યા, અને બાદમાં સોનાની ચેન અને રોડક લઈને ફરાર થઈ ગયા હતા.
વેપારીએ આ મામલે પોલીસને ફરિયાદ કરી છે. જે મામલે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે, અને આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી મેળવવાની તજવીજ હાથ ધરી છે. ચાર લોકોની પોલીસે તપાસ હાથ ધરી છે.