યુનીટમાં ર0 પૈસાનો ભાવ વધારો: 1.30 કરોડ ગ્રાહકો પર 3240 કરોડનું ભારણ: મે-જુનના લાઇટ બીલ વધીને આવશે
ચોતરફ મોંધવારીથી ધેરાયેલી જનતાને રાજય સરકાર દ્વારા વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. કોલસાની અછત અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધના કારણે તમામ ચીજ વસ્તુના ભાવ વધતા ગુજરાતમાં વીજળીમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે સરકારી વીજળીમાં આજથી પ્રતિ યુનિટ ર0 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે મે અને જુન માસના લાઇટ બીલ વધીને આવશે.
એક તરફ નોંધવારીએ માઝા મૂકી છે આવામાં મઘ્યમ વર્ગીય જનતાને કાળઝાળ મોંધવારીથી કેમ રાહત આપવી તેનું આયોજન કરવાના બદલે રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા એક પણ એક ડામ આપવામાં આવી રહ્યો છે. કોલસાની અછત સહિતના અનેક પરિબળોને કારણે રાજય સરકાર દ્વારા સરકારી વીજળીમાં આજથી યુનિટ દીઠ ર0 પૈસાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જેની અસર 1.30 કરોડ વીજ ઉપભકતાઓને થશે. મે અને જુન માસના વીજ બીલ વધીને આવશે વીજળી મોંધી થવાના કારણે આગામી દિવસોમાં લાઇટ સાથે સિઘ્ધી સંકળાયેલી ચીજવસ્તુના ભાવમાં પણ વધારો થશે.
પંજાબમાં આપની સરકાર રાજયવાસીઓને મફતમાં વીજળી આપવાની જાહેરાત કરી રહી છે. ત્યારે બેજી તરફ ગુજરાતમાં ભાજપની સરકાર વીજળીના દરોમાં વધારો કરી રહી છે. વીજ દર વધતાં મોંધવારીમાં પીસાઇ રહેલી ગુજરાતની મઘ્યમ વર્ગીય જનતાના બજેટ વેર વિખેર થઇ જશે.
ગત જાન્યુઆરીથી માર્ચ માસના ત્રિમાસિક સમય ગાળામાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે ર0 પૈસાનો વધારો કરવમાં આવ્યો છે એફપીપીપીએનો ચાર્જ જે 2.30 રૂપિયા હતો તે વધીને 2.50 રૂપિયા કરવામાં આવી છે. ર00 યુનિટ સુધી વીજ વપરાશ કરનારા લોકોના વીજ બીલમાં રૂ. 48 નો વધારો આવશે. 1.90 કરોડ વિજ ઉપભોકતા પર વાર્ષિક 3240 કરોડનો બોજ ઝીંકવામાં આવ્યો છે.