છૂટક ફુગાવો સતત ચોથા મહિને રિઝર્વ બેંકના લક્ષ્યાંકની મર્યાદાથી ઉપર રહ્યો : આગામી 6 મહિનામાં સ્થિતિ થાળે પડવાનું અનુમાન
દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. એપ્રિલમાં છૂટક ફુગાવો વધીને 7.79 ટકાએ 8 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં, ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારાને કારણે છૂટક ફુગાવો વધ્યો અને તે સતત ચોથા મહિને રિઝર્વ બેંકના લક્ષ્યાંકની મર્યાદાથી ઉપર રહ્યો છે. જો કે આગામી 6 મહિનામાં સ્થિતિ થાળે પડવાનું અનુમાન છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો આ વર્ષે માર્ચમાં 6.95 ટકા અને એપ્રિલ 2021માં 4.23 ટકા હતો.
ખાદ્ય ફુગાવો એપ્રિલમાં વધીને 8.38 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 7.68 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 1.96 ટકા હતો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ફુગાવો 4 ટકાના સ્તરે રહે તેની ખાતરી કરવા જણાવ્યું છે, જે બે ટકા સુધીની વધઘટ અને નીચે આવી શકે છે.
તે જ સમયે, દેશની આર્થિક સ્થિતિ અંગે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે, ખાદ્ય ચીજોની કિંમતોમાં ભારે વધારાની પ્રતિકૂળ અસર સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે અને મોંઘવારીનું દબાણ વધુ છે. ચાલુ રહેવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે સ્થિતિ પર નિયંત્રણ લાવવા રેપો રેટમાં વધારો કરીને આરબીઆઈએ પહેલાથી જ દેશમાં લોન લેવી મોંઘી કરી દીધી છે.
- ટીવી, વોશિંગ મશીન, એસી, ફ્રીઝ સહિતના ઉપકરણો થશે મોંઘા
- હોમ એપ્લાયન્સિ અને કન્ઝ્યુમર ઇલેકટ્રોનિક આઇટમોમાં જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં 3થી 5 ટકાનો ભાવ વધારો કરાશે
ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર્સ સહિતના હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સની કિંમતો મેના અંતથી અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં 3 થી 5 ટકા વધવાની ધારણા છે.
આ ઉપરાંત, યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યનથી ઉત્પાદકો પર વધુ તકલીફ પડી છે કારણ કે આયાતી ઘટકો મોંઘા બન્યા છે, ઉદ્યોગ મુખ્યત્વે મુખ્ય ઘટકોની આયાત પર નિર્ભર છે.
કોવિડ-19ના કેસમાં વધારાને પગલે શહેરમાં કડક લોકડાઉનને કારણે શાંઘાઈ બંદર પર કન્ટેનરના ઢગલાથી મટીરીયલ તથા પ્રોડક્ટની અછત ઊભી થઈ છે. આનાથી ઉત્પાદકો પર દબાણ આવ્યું છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનઅનુસાર, ડોલર સામે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ઉદ્યોગ માટે વધુ સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે.
“કાચા માલની કિંમતો પહેલેથી જ વધી રહી છે અને હવે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું હોવાથી યુએસ ડૉલર વધી રહ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર જૂનથી, તેઓ કિંમતોમાં વધારો કરશે. પ્રોડકટમાં અંદાજે 3 થી 5 ટકાનો વધારો થશે તેમ સીઇએએમએ પ્રમુખ એરિક બ્રાગાન્ઝાએ જણાવ્યું હતું. આ વધારો વોશિંગ મશીન, એર કંડિશનર અને રેફ્રિજરેટર જેવા કૂલિંગ ઉત્પાદનોથી લઈને મોટાભાગની પ્રોડક્ટ કેટેગરીમાં હશે. કેટલાક એસી ઉત્પાદકોએ મે મહિનામાં કિંમતો વધારી દીધો છે, પરંતુ કેટલાક અન્ય આ મહિનાના અંત સુધીમાં અથવા જૂન સુધી અનુસરે તેવી અપેક્ષા છે.
- વૈશ્વિક ફુગાવાને નિયંત્રણમાં લાવવા વર્લ્ડ ટ્રેડ એગ્રોને પગલાં લેવા ભારતનું આહવાન
ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને વધતી જતી વૈશ્વિક મોંઘવારી વચ્ચે તેની ભૂમિકા ભજવવા જણાવ્યું છે. વિશ્વ વેપાર સંગઠનના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ બ્રજેન્દ્ર નવનીતે ભારત વતી આપેલા નિવેદનમાં આ વિનંતી કરી હતી.તેમણે કહ્યું હતું કે વૈશ્વિક વેપાર સંસ્થાની ટોચની પ્રાથમિકતા કોવિડ-19 રોગચાળા પછી અર્થતંત્રોના પુનરુત્થાન અને આર્થિક વૃદ્ધિને જાળવી રાખવાની છે.
“વર્તમાન પરિસ્થિતિએ બીજી મોટી સમસ્યા ઊભી કરી છે, જે મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થામાં ફુગાવો વધી રહ્યો છે,” તેમ કાયમી પ્રતિનિધિએ જણાવ્યું હતું.આ નિવેદન 4 મેના રોજ ટ્રેડ નેગોશિએટિંગ કમિટીઅને પ્રતિનિધિમંડળના વડાની અનૌપચારિક બેઠક દરમિયાન આપવામાં આવ્યું હતું.