વિરભદ્ર સિંધની પત્ની પ્રતિભા સિંધ ત્રણ વખત સાંસદ તરીકે જવાબદારી સંભાળી છે
એક સમયે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નું શાસન જોવા મળતું હતું અને તેમની મહત્વતા સૌથી વધુ હતી જેનું મુખ્ય કારણ એ છે કે હિમાચલ પ્રદેશમાં વીરભદ્રસિંહ વર્ચસ્વ ખૂબ જ વધુ હતું અને તેઓ છ વખત મુખ્યમંત્રી તરીકે જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી હતી પરંતુ તેમના દેહાંત બાદ જાણે તેમનો વારસો છીનવાઈ ગયો હોય અને કોંગ્રેસની પીછેહઠ થઇ હોય તેવું પણ દેખાતું હતું.
આ તકે સૌથી જરૂરી વાત કોંગ્રેસ માટે એ છે કે જો કોંગ્રેસે પોતાનું આધિપત્ય હિમાચલ પ્રદેશમાં સ્થાપિત કરવું હોય તો તેઓએ સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહની ધર્મપત્ની પ્રતિભા સિંહને તે ટિકિટ આપવી પડશે કારણ કે તેમના ધર્મ પત્ની પણ ખૂબ જ સારી રીતે પોતાનું રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ત્રણ વખત મંડી બેઠક પરથી સાંસદ તરીકે પણ ચૂંટાયા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી છે.
હાલ કોંગ્રેસ સમગ્ર ભારતભરમાંથી પોતાનું આધિપત્ય જમાવી રહ્યું છે અને ઘણી ખરી જે તેમની પોતાની બેઠકો ગણવામાં આવતી હતી તેના ઉપર પણ તેઓ પકડ જમાવી શકી નથી ત્યારે હિમાચલ પ્રદેશમાં વીરભદ્રસિંહ ને હાંત બાદ રાજકીય નેતાઓ અન્ય પક્ષમાં જોડાવા લાગ્યા હતા પરિણામે કોંગ્રેસ પક્ષનું કદ હિમાચલમાં ખૂબ જ ઘડયું હતું પરંતુ હવે કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવું હોય તો તેમના માટે પ્રતિભાસિંધને ટિકિટ આપવી ખૂબ જરુરી છે. અને આ કરવામાં જો કોંગ્રેસ સફળતા હાંસલ કરશે તો એક વધુ તક કોંગ્રેસ પક્ષને મળશે જ્યાં તેઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.
વીરભદ્રસિંહ જ્યારે હિમાચલ પ્રદેશ માં પોતાનું શાસન ચલાવતા હતા તે સમયે એ ગ્રુપ અત્યંત વર્ચસ્વ વાળુ ગ્રુપ હતું અને દરેક રાજકીય લોકો તેમના કાર્યથી તેમની પ્રશંસા પણ કરતા હતા. આ વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ નવ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા અને પાંચ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓએ ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંહના પિયરમાં પણ વિવિધ મંત્રાલય ઉપર પોતાની પકડ જમાવી હતી.
કોંગ્રેસ પક્ષ તેમના ધર્મપત્ની પ્રતિભા સિંઘને ટિકિટ આપવાનો વિચાર કરી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકોની લાગણી તેમના સાથે જોડાયેલી છે એટલું જ નહીં તેઓ મંડી બેઠક ઉપરથી પણ જીત મેળવી ચૂકયા છે ત્યારે આવનારા સમયમાં હિમાચલમાં તેમનું વર્ચસ્વ વધુ ને વધુ જોવા મળશે અને કોંગ્રેસનો તારો કદાચ પરત ફરી શકશે.
માસમા હિમાચલ પ્રદેશ ના પ્રમુખ તરીકે પ્રતિભા સિંઘનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા રોડ શો પણ યોજવામાં આવ્યો હતો જેમાં તેમના દીકરા કે જેવો ધારાસભ્ય છે તે વિક્રમાદિત્ય સિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પ્રતિભાસિંઘે નિવેદન આપતાં જણાવ્યું છે કે, આ લડાઈ માત્ર ખુરશી હાંસલ કરવા માટેની નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી ને ફરી હિમાચલ પ્રદેશમાં તેનું આધિપત્ય સ્થાપિત કરવા માટેનું છે ત્યારે પ્રતિભાથી નું નામ આવતાંની સાથે જ ક્યાંક ને ક્યાંક હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પક્ષનો પુનરાગમન થવાની આશા જીવંત થઈ છે.