રાજકોટમાં પાંચ સ્ટોરનો પ્રારંભ: તબીબો-દર્દીઓને જેનરિક દવાઓ તરફ વાળવા પ્રયાસ
ભારતની જેનેરિક દવાઓની અગ્રણી ઓમની – ચેનલ રીટેઇલ ચેઇનો પૈકીની એક એવી મેડકાર્ટ મંગળવારના રોજ રાજકોટમાં પાંચ નવા સ્ટોર લોન્ચ કરવાની જાહેરાત કરી છે . આ સ્ટોર્સ રાજકોટના પ્રમુખ સ્થળોએ લોન્ચ કરવામાં આવશે , જેમ કે , નાણાવટી સર્કલ , મોટી ટાંકી ચોક , 80 – ફૂટના રોડ પર આવેલ એન્જલ બિઝ , વિદ્યાનગર મેઇન રોડ અને સાધુવાસવાણી રોડ . આ લોન્ચની સાથે જ , મેડકાર્ટની યોજના રાજકોટવાસીઓને ગુણવત્તાસભર અને પરવડે તેવી જેનેરિક દવાઓ પૂરી પાડી તેમની જરૂરિયાતોને પૂરી કરવાની છે . આ પાંચેય સ્ટોર કંપની દ્વારા સંચાલિત આઉટલેટ્સ છે અને રાજકોટમાં પહેલીવાર ખુલવા જઈ રહ્યાં છે.
અંકુર અગ્રવાલ અને પરાશરન ચારી દ્વારા વર્ષ 2014 માં સ્થપાયેલ મેડકાર્ટ લોકોને સૌથી પરવડે તેવા દરોએ શ્રેષ્ઠ ગુણવત્તા (ડબ્લ્યુએચઓ – જીએમપી પ્રમાણિત) ની જેનેરિક દવાઓ પૂરી પાડી દેવાના બિલ ઘટાડવા માટે તેમનું સશક્તિકરણ કરે છે . આ કંપની પશ્ચિમ ભારતમાં 100 થી વધારે સ્ટોરનું વ્યાપક નેટવર્ક ધરાવે છે , જેમાંથી મોટાભાગના સ્ટોર ગુજરાત , રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આવેલા છે .
આગામી વર્ષોમાં મેડકાર્ટનો લક્ષ્યાંક તેમના સ્ટોર્સની સંખ્યાને 200 થી વધારે લઈ જવાનો છે . મેડકાર્ટના સ્ટોરનું વ્યાપક નેટવર્ક ફક્ત ડબ્લ્યુએચઓ – જીએમપી પ્રમાણિત ઉત્પાદનકર્તાઓ પાસેથી જ લેવામાં આવેલી પરવડે તેવી દવાઓ અને જેનેરિક્સને રીટેઇલમાં વેચે છે તથા તેની કોઇપણ દવા ગ્રાહકોના મેડિકલ બિલ પર 15 % થી 85 % સુધીની બચત કરવામાં મદદરૂપ થાય છે .
ગુજરાતના મહત્ત્વના માર્કેટોમાં તેના સ્ટોરના નેટવર્કનું વિસ્તરણ કરીને મેડકાર્ટનો ઉદ્દેશ્ય તેની રીટેઇલ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવાનો છે . ઉલ્લેખનીય છે કે , નવેમ્બર 2021 માં જ મેડકાર્ટે ફન્ડિંગના સીરીઝ- અ ના રાઉન્ડમાં રૂ . 40 કરોડ એકઠાં કર્યાં હતાં .
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં મેડકાર્ટના સહ સ્થાપક અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘આ લોન્ચ અમારી રીટેઇલ હાજરીને વધારી શકાય તે માટેની અમારી વિસ્તરણની યોજના સાથે ઘણે અંશે અનુરૂપ છે . અમારો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે . મેડકાર્ટ દ્વારા અમે અનેક પરિવારોના મેડિકલ બિલના ખર્ચાઓ 85 % સુધી ઘટાડવામાં સફળ રહ્યાં છીએ અને છેલ્લાં સાત વર્ષોમાં અમે અમારા ગ્રાહકો ( 6 લાખ પરિવારો ) ને તેમના મેડિકલ બિલ પર કુલ રૂ . 250 કરોડની બચત કરવામાં પણ મદદરૂપ થયાં છીએ .
પોતાના ગ્રાહકોને વધુ પર્સનલાઇઝ્ડ અનુભવ પૂરો પાડી શકાય તે માટે હાલમાં જ કંપનીએ ઓનલાઇન માધ્યમો તૈયાર કરવાની શરૂઆત કરી છે . મેડકાર્ટ લાંબાગાળાની બીમારીઓ ધરાવતા ઓછામાં ઓછા 6 લાખ નિષ્ઠાવાન ગ્રાહકોનો બેઝ ધરાવે છે . અંકુર અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે , ’ જેનેરિક દવાઓ અંગે પૂરતી જાગૃતિ ન હોવી એ જેનેરિક દવાઓને અપનાવવાની આડે રહેલો સૌથી મોટો અવરોધ છે .
મેડકાર્ટને શરૂ કરવા પાછળનો વિચાર ખૂબ જ સરળ હતો – જો સમગ્ર વિશ્વના લોકોને જેનેરિક દવાઓથી લાભ થતો હોય તો ભારતીયોને પણ શા માટે લાભ ન મળવો જોઇએ ? લોકોમાં એવી માન્યતા છે કે , દવાઓના બ્રાન્ડેડ નામો જ દવાઓના સાચા નામો છે , જે જાગૃતિના અભાવે ઉદ્ભવેલી છે . આ માન્યતાને બદલવાની જરૂર છે . મેડકાર્ટ ખાતેનો અમારો પાત્ર સ્ટાફ અલગ – અલગ બ્રાન્ડની એક જ દવાઓની કિંમતો અને મોલેક્યુલ્સ વચ્ચે તફાવત સમજાવવા માટે તાલીમ પામેલા છે , જેથી કરીને ગ્રાહકોને તેનો મહત્તમ લાભ મળી શકે .
નીતિ આયોગ દ્વારા વર્ષ 2021માં જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટ મુજબ , ઓછામાં ઓછા 30 % ભારતીયો અથવા તો 40 કરોડ લોકો આરોગ્ય માટેની કોઇપણ ખાર્થિક સુરક્ષા કે હેલ્થ એક્સપેન્ડિચ સપોર્ટની કોઇપણ યોનાથી વંચિત છે.
મેડકાર્ટના સહ – સ્થાપક પરાશનર ચારીએ જણાવ્યું હતું કે , આથી જ ભારતમાં જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરવી જાઇએ , કારણ કે ભારત એક એવો દેશ છે . જેમાં લાંબાગાળાની બીમારીઓ અને જીવનશૈલી સંબંધિત રોગોનું ભારણ ઘણું વધારે છે અને સતત વધતું જઈ રહ્યું છે .
અમારા ડેટા મુજબ , જો પરિવારના કોઈ એક સભ્યને પણ લાંબાગાળાની બીમારી કે જીવનશૈલી સંબંધિત રોગ થાય તો પણ ઘરનું મેડિકલ બિલ ઓછામાં ઓછું ત્રણ ગણું વધી જાય છે . આ સ્થિતિમાં જેનેરિક દવાઓ પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે તેમ છે . પરવડે તેવી આરોગ્ય સારવાર લાંબાગાળાની બીમારીઓની વધતી જઈ રહેલી ઘટનાઓને કારણે જીડીપી પર વધતા જઈ રહેલા આર્થિક ભારણને ઘટાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
પરાશરન ચારીએ આગળ જણાવ્યું હતું કે, અમારી રીટેઇલ હાજરીને સુદ્રઢ બનાવવી એ લોકોના ઘરેલું મેડિકલ બિલને ઘટાડવા માટે લોકોને મદદરૂપ થવાના અમારા મિશન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે ડબ્લ્યુએચઓ જીએમથી પ્રમાણિત હોય તેવા ઉત્પાદનકર્તાઓની જ દવાઓને પસંદ કરીએ છીએ અને તેમની પાસેથી જ દવાઓ લઇએ છીએ , જેથી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવી પડે નહીં . આગળ જતાં અમે નવા માર્કેટમાં પ્રવેશવાનું ચાલું રાખીશું , જેથી કરીને પવડે તેવી દવાઓ પૂરી પાડી શકાય જે પરવડે તેવી આરોગ્ય સારવાર પૂરી પાડવાની દિશામાં ભરવામાં આવેલું એક પગલું હશે.
મેડકાર્ટ ઇન્ડસ્ટ્રીમાં બ્રાન્ડેડ દવાઓ પરથી ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પરનો સૌથી ઊંચો એડોપ્શન દર (95%) ધરાવે છે . કંપની પુનરાવર્તિત આવકની ખૂબ સારી પ્રોફાઇલ ધરાવે છે , કારણ કે , તેને પુનરાવર્તિત વ્યવસાયમાંથી 80% થી વધારેની આવક થાય છે . ઓછામાં ઓછા 3,000 ડોક્ટરો અને મેડિકલ પ્રેક્ટિશનરો ફક્ત મેડકાર્ટ પાસેથી જ દવાઓ ખરીદે છે . કંપનીએ અત્યારે સુધીમાં સુઢ પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવા પર તથા ગ્રાહકો સુધી દવાઓ પહોંચાડવાની સેવાને સુધારવા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે.