તંત્રની આળસથી ઉપલેટા-ધોરાજી પંથકમાં લોકોને સાત કિલોમીટરનો થાય છે ધરમ ધકકો
ધોરાજી અને ઉપલેટા ને જોડતો પુલ ઘણા વર્ષો થી તુટી ગયેલ અને ઘણા સમય નવો પુલ બનાવવા ની કામગીરીઓ ગોકળ ગાઈ ની રીતે ચાલી રહી છે આ પુલ નુ નવુ નિર્માણ ગોકળ ગાઈ ની જેમ ચાલી રહયુ જેથી ધોરાજી તથા ઉપલેટા નવા માટે સાત કિલોમીટર ફરી ને નેશનલ હાઇવે નો ઉપયોગ લોકો ને કરવો પડી રહ્યો છે અને નેશનલ હાઇવે પર અનેકો નાના મોટા અકસ્માતો સર્જાય છે જેથી સ્થાનિક લોકો ની માંગ છે કે આ નવા પુલ નુ નિર્માણ ઝડપી કરવામા આવે.
ધોરાજી ના જુના ઉપલેટા અને ધોરાજી ને જોડતો પુલ અને ભગવતસિંહજી અને રાજા રજવાજા વખતો આ પુલ ઘણો જર્જરિત થઈ ગયેલ હોય તેથી તંત્ર દ્વારા જુનો પુલ તોડી પાડવામા આવેલ હોય અને નવો પુલ કરવાની કામગીરીઓ શરૂ કરવામા આવેલ તેનો પણ છ સાત સમયગાળો થઈ ગયેલ હોય પણ અત્યાર સુધી આ નવા પુલ નુ કામ ગોકળગાય ગતિએ કામ થઈ રહયુ છે જેથી ધોરાજી તથા આજુબાજુ ના તથા ઉપલેટા ધોરાજી તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા ખેડૂતો ને તથા અન્ય લોકો ને ભારે હાલકી વેઠવાનો વારો આવી રહ્યો છે તેમજ આ નેશનલ હાઇવે આવતો હોય તેથી જુનો પુલ બંધ થતા નાના મોટા અકસ્માતો સર્જાય છે આ અકસ્માત મા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમવાનો વારો આવેલ અને જુનો ભાદર બે પુલ અને ધોરાજી ઉપલેટા જવા માટે છ સાત કિલોમીટર નુ અંતર વધી રહયુ છે હાલ પેટ્રોલ-ડિઝલ ના ભાવ થવાથી વાહનવ્યવહાર મા પણ ખર્ચ વધી રહ્યો છે. ધોરાજી ઉપલેટા ને અપડાઉન કરવામા સરળતા રહે આમ ધોરાજી ઉપલેટા ને જોડતો આ પુલ હાલ ગોકળગાય ગતિએ કામ થઈ રહયુ છે તે કામગીરીઓ મા ગતી વધારવામા આવે તેવી માંગ ઊઠવા પામી છે.