બહુ મજબુત ‘કચ્છી માડુ’ એક તાંતણે બંધાયેલો કચ્છનો સત્સંગ
ભુજ સ્વામિનારાયણ મંદિર 199મો શ્રી નરનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજ નો 80 મો પાટોત્સવ ના વિરામ દિવસે વહેલી સવાર થી જ કચ્છના જુદા જુદા ગામડાઓ એથી પગે ચાલી ને રસ્તા પર ચાલતાં નજરે પડ્યા હતા… બસ મન માં એક દ્રઢ નિશ્ચય લઈ ને આગળ ધપતા હતા કે શ્રી નરનારાયણ દેવ તથા બિરાજમાન બધા દેવોના અભિષેક ના દર્શન થાય તો જીવન ધન્ય બની જાય.. કાલુપુરના ધ. ધુ. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે પુજારી સંતોના વરદહસ્તે નરનારાયણદેવ , ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ દેવો ને અનેક પ્રકારના સુગંધિત ઝલ, દૂધ, માખણ, મીસરી દૂધ વિગેરે તુલસી તેમજ ગુલાબ સાથે અનેક નદીઓ ના ઝલ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો
હરિસ્મૃતિ પંચાહ પારાયણના ધર્માત્સવની ઐતિહાસિક ઉજવણી
અવનવી વાનગીઓ સાથે દેવો ની સન્મુખ અન્નકુટ ગોઠવવામાં આવ્યો હતો સુવર્ણ અલંકારો અને વસ્ત્રો થી સજ્જ દેવો ના દર્શને હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. બંને ટાઇમ ભોજન પ્રસાદ ની સરસ વ્યવસ્થા સાથે આ મહોત્સવ માં 60 હજાર થી પણ વધારે લોકો એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ભંડારી કોઠારી દિવ્ય સ્વરૂપ સ્વામી જણાવ્યું હતું કે શ્રી પરષોત્તમ સ્વરૂપ સ્વામી ની સતત દેખરેખ દરરોજ અલગ અલગ મેનુ તૈયાર કરવામાં આવતું હતું.
આ મહોત્સવના ઉપલક્ષમાં શ્રીમદ્ નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત હરિસ્મૃતિ પંચાહ પારાયણનું દિવ્ય આયોજન કરવામાં આવેલ જેના વક્તા પદે કથાકાર શા.સ્વામી નારાયણમુનિદાસજી , પુ . સ્વામી પરબ્રહ્મજીવનદાસજી , શા . સ્વામી સુખનંદનદાસજી શા . સ્વામી હરિકૃષ્ણદાસજી વ્યાસાસનેથી સુમધુર સંગીતના સથવારે કથામૃત રસપાન કરાવેલ, ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે આ મહોત્સવ ના મુખ્ય યજમાન તરીકે મનજીભાઈ વિશ્રામ વરસાણી, સુપુત્ર નારણભાઈ, ધનજીભાઈ, કાન્તીભાઈ આદિક સમગ્ર પરિવારે (હાલ સિડની ) ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારો તરફથી 6 સુવર્ણ મુગટો, સાડા છ કિલો સોનાનું છત્ર, ચાર ડાયાલિસિસ મશીનો અર્પણ કરાયા હતા, તો બીજી તરફ આવનારા 200 વર્ષ ના ઉત્સવ માં પણ સેવા ભાવી ભકતો એ રાધાકૃષ્ણ દેવ ના સોનાના વાઘા તેમજ ત્રણ છત્ર ની સેવા ઉપસ્થિત યજમાનો તરફથી જાહેરાત કરવામાં આવેલ આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં આચાર્ય શ્રી
કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે કરછી માડું ના મજબૂત સંત્સગ ની સરાહના કરી હતી અને આવનારા 200 વર્ષ ના ઉત્સવ અમુલ્ય અવસર બની રહે તેવા ભાવથી દરેક સંતો અને હરીભકતો કામે લાગી જવું જોઈએ. ભુજ મંદિરના મહંત શ્રી ધર્મનંદનદાસજી એ કચ્છ નો સંત્સગ આજ પણ એક તાંતણે બંધાયેલો છે. તેનું અમને ગર્વ છે.
આ મહોત્સ્વ દરમ્યાન ભુજ મંદિરના સ.ગુ.મહંત સ્વામી ધર્મનંદનદાસજી,ઉપમહંત પુરાણી સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત, સ્વામી પ્રેમપ્રકાશદાસજી, સ.ગુ. વયોવૃધ્ધ સ્વામી સનાતનદાસજી , સ.ગુ. સ્વામીઓમાં શ્રી.પ્રભુચરણદાસજી , શ્રી. નિરન્નમુક્તદાસજી, કૃષ્ણપ્રસાદદાસજી, .જગતપાવનદાસજી, સ્વયંપ્રકાશદાસજી, હરિદાસજી, બાલકૃષ્ણદાસજી, દેવકૃષ્ણદાસજી, રામસ્વરૂપદાસજી, હરિબળદાસજી, વિશ્વપ્રકાશદાસજી, કેશવજીવનદાસજી, શાન્તીપ્રિયદાસજી, જગજીવનદાસજી, સ્વામી દેવસ્વરૂપદાસજી આદી સંતમંડળ તથા મહિલા મંદિરના મહંત સાં.યો. સામબાઈ ફઈ આદિ કચ્છના બહેનો , મુખ્ય કોઠારી મુરજીભાઈ કરસન શીયાણી , ઉપકોઠારી જાદવજી વિશ્રામ ગોરસીયા તથા રામજીભાઈ દેવજી વેકરીયા, કાનજીભાઈ મેપાણી, હીરજીભાઈ રવજી વેકરીયા, નારણભાઈ રતનાભાઈ કેરાઇ, દેવશીભાઈ હિરાણી તથા વાઘજીભાઈ પટેલ ટ્રસ્ટીમંડળ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવ પ્રસંગે સભા સંચાલન નો દોર શુકદેવસ્વરૂપદાસજી અને કૃષ્ણસ્વરૂપદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી, હરીસ્વરૂપદાસજી વિગેરે સમગ્ર સંતો એ દરેક વ્યવસ્થાઓમાં સહભાગી થઈ 199 ના ઉત્સવ ને પર્વ માં પલટાવી આવતાં વર્ષે 200 વર્ષ ના આગમન તરફ ના કાર્ય ને વધારવાના સંકલ્પ સાથે વિરામ આપવામાં આવ્યો હતો.