સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા એકાઉન્ટ હોલ્ડરોએ સાવધ રહેવું પડશે !!!

હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના ખાતા જોવા મળતા હોય છે અને તેઓ તેનો અતિરેક ઉપયોગ પણ કરતા નજરે પડે છે. એટલું જ નહીં હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવતા લોકો પોતાની જવાબદારી સમજ્યા વગર જે કાંઈ પોસ્ટ કરી રહ્યા છે તેનું હવે આકરો દંડ તેઓએ ભોગવવો પડશે કારણકે સરકારે હવે સોશિયલ મીડિયાની જવાબદારી ફિક્સ કરી છે તેથી હવે સરકારના આદેશને ધ્યાને લઇને જેટલા પણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓસે તેઓએ જવાબદારી પૂર્વક વર્તવું પડશે.
બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યૂટ્યૂબ પણ હવે આકરા નિયમો અને અમલી બનાવશે જેથી સમજ્યા વગર કોઈપણ એકાઉન્ટ હોલ્ડર કોઈ પોસ્ટ નહીં મૂકે જેથી સમાજ અને દેશની છબી ખરડાઇ.
કેન્દ્ર સરકાર દ્વારા આઇટી લોમાં અનેક વિધ ફેરફારો કરવામાં આવશે એટલું જ નહીં દરેક સોશિયલ મીડિયા કંપની ની જવાબદારી પણ ઊભી કરાશે જેથી લોકો સરળતાથી અને સાચી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો જે રીતે વ્યક્ત થતો જોવા મળે છે અને અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી પણ તેઓ બચી શકે.
હાલ લોકોને એ વાતનો સહેજ પણ ડર નથી કે તેમના દ્વારા કોઈપણ પ્રકારની આપત્તિજનક પોસ્ટ કરવામાં આવશે તો તેમના પર આકરા પગલાં લેવામાં આવશે પરંતુ હવે જે નિયમો ઘડવામાં આવશે તેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની સાથે તેનો ઉપયોગ કરતાં વપરાશ કર્તાઓ એ પણ ખૂબ જ સાવધ રહેવું પડશે.
સોશિયલ મીડિયાની મહત્વના અને તેનો ઉપયોગ ખૂબ જ વધુ છે પરંતુ જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો તેનો ફાયદો લીધો જ જે તે લોકોને મળી શકે છે ઉદાહરણરૂપે જો એક બિઝનેસ કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઉભી કરવામાં આવે તો વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો જોડાઈ શકે છે અને તેઓ આ કોમ્યુનિટી નો યોગ્ય રીતે લાભ લઇ શકે છે પરંતુ ભારતની જ્યારે વાત કરવામાં આવે તો લોકો આ પ્રકારની એક પણ પોસ્ટ નહીં પરંતુ વિવાદિત પોસ્ટ કરતાં વધુ ને વધુ નજરે પડે છે ત્યારે હવે આ પ્રકારની એક પણ ગતિવિધિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નહીં ચલાવી લે કારણ કે તેમના ઉપર પણ હવે સરકાર અંકુશ મૂકી રહ્યું છે અને લાલ આંખ કરી રહ્યું છે.
સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ ઉપર કાયદાકીય અંકુશ લગાવશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાઇ ન શકે બીજી તરફ બીજું સૌથી મોટું કારણ એ પણ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો લાભ વધુને વધુ લોકો થાય લઈ રહ્યા છે જેથી તેમની અને પ્લેટફોર્મની જવાબદારી જો ફિક્સ કરવામાં આવે તો સહેજ પણ અગવડતા નો સામનો નહીં કરવો પડે. કાયદાકીય માળખું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉભું કરવામાં આવે તો સાયબર સિક્યુરિટી પણ ખૂબ જ સરળ બની રહેશે અને જે સાઇબર ફ્રોડ કરતા જોવા મળી રહ્યા છે.
તે પણ હવે નહીં થાય. એટલું જ નહીં લોકોના ખાનગી ડેટાનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે હાલના તબક્કે ભારત પાસે પૂરતા ડેટા સેન્ટર ન હોવાના કારણે લોકોના ડેટા અન્ય સ્થળો ઉપર મૂકવામાં એટલે કે વિદેશની કંપનીઓમાં રોકાણ કરવામાં આવતા હોય છે ત્યારે તેમના ડેટાનો ઉપયોગ થાય તેવા પૂર્ણ ચાન્સ રહેલા છે. તો હવે કાયદાકીય નિયમો મજબૂત બનતાં આ પ્રકારની ગતિવિધિઓ પર રોક મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.