વૈશ્વિક બજારમાં ભારતના ઘઉંની માંગમાં અનેક ગણો વધારો નોંધાયો !!!
હાલ રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને લઇ ભારતની વ્યાપારિક વૃદ્ધિ ખૂબ જ વધી છે અને વિશ્વના અન્ય દેશોમા ભારત નું મહત્વ પણ વધ્યું છે. આ તકે તુર્કીએ ભારત પાસેથી ૫૦ હજાર ટન ઘઉં નો ઓર્ડર આપ્યો છે જેની કિંમત આશરે ૧૨૫ કરોડ રૂપિયા જેટલી થાય છે. ત્યારે ભારતના ઘઉંની માંગ વૈશ્વિક બજારો ઉપર ચર્ચા જોવા મળી રહી છે અને ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે જે ખરા અર્થમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેકાના ભાવ કરતાં પણ ખાનગી લોકો ખેડૂતો પાસે વધુ ભાવમાં ઘઉંની ખરીદી કરી રહ્યા છે કારણ કે નિકાસનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.
તુર્કીએ ભારત ખાતે આવેલી ખાનગી ઇલેક્ટ્રોનિક મંડીમાંથી ઘઉં ખરીદી કરવા માટે તખ્તો તૈયાર કર્યો છે. એટલું જ નહીં ભારત ખાતે આવેલા તુર્કીના ડેલીગેટસ એ પણ ભારત પાસેથી ઘઉંની આયાત કરવા માટેની પરવાનગી આપેલી છે અને પ્રથમ ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં નો ઓર્ડર આપવામાં આવેલો છે. બીજા સારા સમાચાર એ પણ છે કે હાલ તુર્કી બાદ ઇજિપ્ત, ઈન્ડોનેશિયા અને મિડલ ઇસ્ટના દેશો પાસેથી પણ ઘઉંની માંગ કરવામાં આવી રહી છે અને તેમાં કઈ રીતે ભાવમાં બાંધછોડ થઈ શકે તે દિશામાં હાલ ચર્ચાને વિચારણા પણ કરવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં ભારતના સારા વલણના કારણે ભારતને અનેકવિધ રૂપે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. સતત ભારતનો ઘઉંની નિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેનો સીધો જ ફાયદો ખેડૂતોની સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ મળે છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ યુક્રેનની સ્થિતિ જ્યાં સુધી નય થાય ત્યાં સુધી ભારત માટે ખૂબ જ સારી તક ઉદભવી થશે અને આવનારા સમયમાં ભારતના ઘઉંમાં માં પણ એટલો જ વધારો થતો જોવા મળશે.