નવરાત્રિના દિવસોમાં લોકો ઉપવાસ કરતા હોવાથી ફરાળ ખાવાનો આગ્રહ રાખતા હોય છે. જો કે ફરાળમાં સૌથી વધારે ઉપયોગ બટાકા અને ફ્રૂટનો જ થતો હોય છે. તો આજે આપણે બટાકા અને કેળાના મિશ્રણથી બને તેવા પકોડાની રીત શીખવીશું.
આલુ-કેળા પકોડા બનાવવાની રીત:
બાફેલા બટાકા
બાફેલા કાચા કેળા
રાજગરાનો લોટ
લીલા મરચાં
સમારેલી કોથમી
ક્રશ કરેલા સીંગદાણા
ફરાળી મીઠું સ્વાદનુસાર
તેલ તળવા માટે
પકોડા બનાવવાની રીત:
સૌથી પહેલા કેળા સ્મેશ કરી લો અને તેમાં રાજગરાનો લોટ અને ફરાળી મીઠું નાખી પેસ્ટ બનાવી લો.
હવે બટાકાને સ્મેશ કરી લો અને તેમાં લીલા મરચાં, કોથમી અને મીઠું તથા સીંગદાણા નાખી મિક્સ કરી લો.હવે બટાકાના મિશ્રણના નાના લૂઆ ગોળ આકારાના બનાવો અને તેને પેસ્ટમાં બોળી તળવા માટે મૂકો.હવે તેલ ગરમ કરી આ લૂઆને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.આ પકોડાને તમે લીલા મરચાં અને કોથમીની ગ્રીમ ચટણી સાથે સર્વ કરો.