- ભગવતીપરામાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ પંખા સાથે લટકાઈ જીવાદોરી ટૂંકાવી
- સોની બજારમાં યુવાને દુકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી આપઘાતના બનાવ વધી રહ્યા છે. જેમાં નાની ઉંમરના બાળકોમાં પણ આપઘાતનું પ્રમાણ વધતા સમાજ માટે એક ચિંતાનો વિષય વધી રહ્યો છે. હજુ બે દિવસ પહેલા જ માત્ર 10 વર્ષની બાળકીએ આપઘાત કર્યાની ઘટના હજુ વિસરી નથી ત્યારે રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં માતાએ રસોઈ શીખવા બાબતે ઠપકો આપતા લાગી આવ્યા બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કાર્યનું પોલીસ ચોપડે નોંધાયું છે.
તો બીજી તરફ શહેરમાં અન્ય બે સ્થળોએ પણ આપઘાતની ઘટનાઓ સામે આવી છે. જેમાં સોની બજારના બોધાણી શેરીમાં આવેલી દુકાનમાં જ યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તો ભગવતીપરા વિસ્તારમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ પંખા સાથે લટકી જીવાદોરી ટૂંકાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી વધુ વિગત મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતી અનિતા મનુભાઈ મકવાણા નામની 18 વર્ષની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અનિતા એક ભાઇથી મોટી હતી.તે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન માતાએ હવે તું મોટી થઇ ગઇ છો, રસોઇ બનાવતા શીખવા અંગે ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગી આવતા પગલું ભરી લીધાનું હીરા ઘસવાનું કામ કરતા મૃતક અનિતાના પિતા મનુભાઇએ પોલીસને જણાવ્યું છે.
તો વધુ એક બનાવમાં સોની બજારમાં બોધાણી બજારમાં આવેલી દુકાનમાં જ બંગાળી યુવાન સાપતભાઈ સુનિલભાઈ દુર્લભ નામના 30 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સાપતભાઇ છેલ્લા આઠેક વર્ષથી રાજકોટમાં રહી ડાયમંડ પોલિશ કરવાનું કામ કરતા હતા.
જે દરમિયાન આજે સવારે સગર્ભા પત્નીને પોતે કામ હોવાથી દુકાને જતા હોવાનું કહીને નીકળ્યા બાદ પગલું ભરી લીધું હતું. બનાવથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારમાં કોઇ દુ:ખની વાત ન હોય ધંધાની કોઇ ચિંતામાં પગલું ભર્યું હોવાનું હમવતનીઓએ પોલીસને જણાવ્યું છે.
જ્યારે અન્ય બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં જયપ્રકાશ નગરમાં રહેતા ધારબાઇ ઉર્ફે ચંદાબેન હરેશભાઈ આયડી નામના 35 વર્ષના મહિલાએ પોતાના ઘરે પંખા સાથે લટકાઈ જઈ આપઘાત કર્યાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ઘટનાની જાણ થતાં પીએસઆઇ બી.બી.કોડિયાતર સહિતનો સ્તકફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં મૃતક મહિલા ધારબાઇ ઉર્ફે ચંદાબેન છેલ્લા ચાર વર્ષથી માનસિક રીતે અસ્થિર હોય જેનાથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવાદોરી તુકાવ્યનું જાણવા મળ્યું હતું.bullfight