શહેરીજનોમાં ભયનો માહોલ: સત્તાધિશો દ્વારા આંખ આડા કાન કરાતા રોષ ભભૂકયો
ખંભાળીયામાં પ્રતિદિન આખલા તથા ખુટિયાની સંખ્યામાં અવિરત વધારો થતો હોય દરરોજ અનેક સ્થળે આખલા યુઘ્ધની ધબધબાટીથી સમગ્ર શહેરીજનોમાં ભય તથા ડરનું વાતાવરણ સર્જાયું છે. ખુબ જ લાંબા સમયથી આ આવતી સમસ્યા છતાં પણ સત્તાધીશો દ્વારા ખોફ નાખ ભય બાબતે ચોકકસ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ભવિષ્યમાં કોઇ આપતીજનર્ક બનાવ બને તો જવાબદાર કોણ?
ગત વર્ષોના અછતગ્રસ્ત સમયે ગામડામાંથી શહેરમાં જબરી સંખ્યામાં પશુઓ છોડવામાં આવતા હતા દરમ્યાન ગાય, વાછરડા આખલા, ખુટિયાની સંખ્યામાં અવિરત વધારો થવાથી હાલ અત્રેની નાની મોટી તમામ શેરી ગલીઓ તથા મેઇન માર્ગો પર રેઢીયાળ ઢોરના ઝુઁડ વિહરે છે. એમાં પણ આખલા તથા ખુટિયાઓની નોંધપાત્ર સંખ્યા હોવાના કારણે ખંભાળીયાની બજારમાં ચારે તરફ ખુટિયા અને આખલાની ભરમાળ છે ઇષ્ટાંખોર સ્વભાવના કારણે આખલા કે ખુટિયાના આખલા યુઘ્ધો અહિ દરરોજની સમસ્યા બની ડાલમથ્થા જેવા વિશાળ માથા ધરાવતા ખૂટિયા જયારે પરસ્પર ધબધબાટી બોલાવતા હોય ત્યારે લારી દુકાન વાળા સ્થળ છોડી જાય છે.
માર્ગો બ્લોક થઇ જાય છે અને વટેમાર્ગ ઓટલા પર ચઢી જાય છે. અને વાહન ચાલકો વાહન છોડી જતા રહે છે. આ ઉપરાંત સામાન્ય પણે રાહદારી રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે એકા એક ગાય કે ખુટિયા કે આખલા પરસ્પર દોડતા દોડતા ધસ્સમસતા આવી જાય છે. અને વટે માર્ગુને અણફેટે લઇ હડસેલી નાંખે છે. આ મુજબ અહિ ઘણા બનાવો બનતા રહ્યા છે ત્યારે સ્થિતિમાં પ્રતિદિન વધુ આક્રમતા વધવાથી અહી ઓ એ સો ટકા લોકો ડરી ડરીને બહાર નીકળે છે. તેમના સંતાનો ને ખુબ ચેતવણી ભરી સલાહ આપે છે. આવી ભયાવહ સ્થિતિ માત્રને માત્ર રામભરોસ જ ચાલે છે આ મુજબની ભયાનક સ્થિતિથી સમગ્ર શહેરીજો ભયભીત હોય આટલા પ્રમાણમાં નંબર વન (1) સમસ્યાના દ્રશ્યો નિહાળ્યા બાદ આ શહેરમાં પ્રજાલક્ષી કોઇ આગેવાન કે હમદર્દ કે ખરા અર્થનો કોઇ જાગૃત નાગરીક નથી એવું આપો આપ પુરવાર થઇ રહ્યું છે.ખંભાલીયામાં પ્રથમ પંકિતના જાગૃત પૂર્વ પ્રિન્સીપાલ જે કે જોશી એ આ બાબતે ભારે આક્રોશ વ્યકત કર્યો છે કે શું?
થોકબંધ પદાધિકારીઓ તથા ગણના પાત્ર અધિકારી આ જાનલેવા સમસ્યાની ગંભીરતા લેતા નથી આ સમસ્યામાં અંદરની દારુણતાએ છે કે માત્ર લોકોને જ મુશ્કેલી છે એથી વધુ માલિકો દ્વારા તડછોડવામાં આવતા ગાય વાછરડાની છે.. જે તે સંખ્યાબંધ માલિકો દ્વારા ગર્ભવતી ગાયોને તરછોડવામાં આવે છે જે અંતર્ગત આવી ગાયો વાછરડાને જન્મ આપે છે. ત્યારે નધણીયાની ગાયની ડિલેવરી સમયે કોઇની હાજરી હોતી નથી. આ સમયે ખોરાક માટે વલખા મારની ગાય સામે વાછરડાને રંઝાડતા કૂતરાના આક્રમણથી મરી જતા વાછરડા ના મોતથી ગાયો ની આંખોમાં મરી જતા વાછરડા ના મોતથી ગાયો ની આંખોમાં આશુ તથા પેટમાં ભુખ આવી પીડા જયારે પ્રતિદિન વધતી જાય છે ત્યારે જીવકલ્યાણ માટે ચોકકસ નિયમોની ખુબ જરુરી છે.
સત્તાધીશ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઘણા સમયથી ગૌશાળા નિર્માણ માટે આશ્ર્વસન આપે છે પરંતુ આ પ્લાનીંગ સાચા અર્થમાં આગળ વધારવામાં આવતો નથી સત્તાધારી ભાજપ દ્વારા ખંભાળીયામાં હજારો ફુટ જગ્યામાં કરોડોના ખર્ચે વી.આઇ.પી. કેટેગરીનું ભાજપનું કાર્યાલય બનાવવામાં આવે છે પરંતુ માનવ તથા અબોલ પશુઓને ઉગારવા ગૌ શાળા બનાવવામાં આવતી નથી. શહેરના તમામ લોકોની લાગણી એક જ છે કે પુરતા પ્લાનીંગ થી ખુટિયા આખલા કે વાછડા દુર થાય તો પણ ભયનો માહોલ ધટ્ટી જાય કલેકટરના અઘ્યક્ષ સ્થાને સમયાંતરે ગૌ સેવકો ની બેઠક તો બોલાવવામાં આવે છે.
અહિં કોઇપણ માર્ગ પર પસાર થવાનું થાય તો નજીકમાં જ આસપાસમાં બે ચાર છ ખુટિયાઓ હોય છે આવા સમયે ખૂટિાય કોઇપણ સમયે ધબધબાટી બોલાવે છે એક તરફ માનવ માથે મુશીબત તો બીજી તરફ ગાય સામે જ વાછરડાનું મોત નિપજયાની કરુણાતિકા જયારે મોટાભાગે અવિરત વધી રહી છે ત્યારે આ હકિકત તો કાયમ થતી હોય એટલે ભૂલાઇ જવાનો કોઇ પ્રશ્ર્ન જ નથી જે સમસ્યાથી સમગ્ર સમાજ પીડાતો હોય અને એ સમસ્યા સામે જાણી બુઝી બેફીકરાઇ દાખવવામાં આવે એવું તો શાપદ ખંભાલિયાના ઇતિહાસમાં જ નોંધનીય હશે આવી સંવેદના વચ્ચે પણ રાજકીય પક્ષો પ્રજાને જાણે મૂર્ખ માનતા હોય તેમ તેને ઢાંકવા સન્માન સમારંભો મહોત્સવ, લોકમેળા, સેવાસેતુ બાઇક રેલી જેવા જાજમાળ ભર્યા કાર્યકમો યોજી સ્વયની જવાબદારી ખંખેરવા તદ્દન વાહિયાત વાહ વાહી કરે છે.
ખેડુતો માટે દલીતો માટે અન્ય જ્ઞાતિવાદ માટે ભાવુક થવાની નૌટીકી કરનાર કોઇપણ પક્ષ કે જાહેર જીવન નેતાઆ સમસ્યા માટે હરફ ઉચ્ચારતા નથી કેવી સ્વાર્થી નેતાગીરી? જયાં માત્રને માત્ર મતની દ્રષ્ટિથી જ કાર્યો થાય છે માનવતા માટે નહિ ત્યારે સવાલ એ છે કે સ્વાથી માહોલમાં વચ્ચે આ પ્રશ્ર્ને વાચા આપવા કોઇ પ્રજા આગળ રહેશે કે કેમ?